અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ તથા હિન્દુસ્તાન એરોનેટીકલ વચ્ચે કરાર
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને અમેરિકા વચ્ચેના રક્ષા કરારમાં હવે અમેરિકી જાયન્સ જી.ઈ. ભારતમાં હિન્દુસ્તાન એરોનોટીકલને સાથે ફાઈટર જેટ વિમાનના એન્જીન બનાવશે અને જીઈ તથા એચ.એ.એસ.ના આ સંયુક્ત સાહસમાં એફ-414 પ્રકારના ફાઈટર જેટ વિમાન માટેના જે એન્જીન બનશે તે ભારતના સ્વદેશી ફાઈટર જેટ વિમાનમાં લગાવાશે.
- Advertisement -
ભારતના સ્વદેશી ‘તેજસ’ વિમાનમાં હાલ આ એન્જીન લગાવાયા છે જે આયાતી છે. ફાઈટર જેટ વિમાનના એન્જીનનું મોટું માર્કેટ પણ છે અને ભવિષ્યમાં તે ભારતમાં જ ઉત્પાદન બાદ નિકાસ માટેની શકયતા પણ ચકાસાશે. ભારતીય સ્વદેશી ફાઈટર જેટને વધુ શક્તિશાળી એન્જીનની જરૂર છે તે પણ એફ 414 પ્રકારના એન્જીન મહત્વના સાબીત થશે. હાલ તેજસ એફ 404 પ્રકારના એન્જીનનો ઉપયોગ થાય છે.
આ માટેનો એક ફેકટરી 2024-25માં તૈયાર થઈ જશે અને હવે ભારત ફીફટ જનરેશન ફાઈટર જેટ વિમાન બનાવવા માટે પણ સંયુક્ત કરાર કરશે. ભારત હજુ સુધી એરો-એન્જીન બનાવવા કોઈ મોટી સફળતા મેળવી શકયું નથી. આ પ્રોજેકટ પર અનેક વર્ષોથી કામ થઈ રહ્યું છે અને કરોડોનો ખર્ચ પણ થયો છે. ભારતમાં જે ફાઈટર જેટ વિમાન એન્જીનની જરૂર છે તે અમેરિકા, રશિયા, ફાન્સ અને બ્રિટન જ બનાવે છે તેથી જીઈનો સાથે ભારત માટે ખૂબજ મહત્વનો સાબીત થશે.