ડબ્બામાં બંધ થઈ ગઈ હોવાની ચર્ચા હતી
અલી અબ્બાસ ઝફરની જાહેરાત: કોવિડને કારણે એક્શન ફિલ્મ અટકી ગઈ હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેટરિના કૈફની ફિલ્મ ’સુપર સોલ્જર’ અભેરાઈએ ચઢી ગઈ હોવાનું મનાતું હતું. પરંતુ, હવે સર્જક અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મ પ્રોજેક્ટ ફરીથી રિવાઈવ થઈ રહ્યો હોવાનું જણાવ્યું છે.
આ ફિલ્મની જાહેરાત આશરે ત્રણ વર્ષ પહેલાં થઈ હતી. જોેકે, તે પછી કોવિડને કારણે તેના પર કામ શરુ થયું ન હતું. હમણા સુધીના કેટલાક અહેવાલો મુજબ ફિલ્મ અભેરાઈ પર ચઢી ગઈ હતી.
જોકે, હવે અલી અબ્બાસ ઝફરે જાહેર કર્યું છે કે પોતે આ ફિલ્મ ચોક્કસ આગળ વધારશે. ’ટાઈગર થ્રી’નો પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી આ ફિલ્મનું કામ હાથ ધરાશે. ફિલ્મમાં કેટરીના કૈફ સંપૂર્ણપણે એક્શન અવતારમાં હશે.