દેશમાં પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડ્સ દ્વારા રોકાણમાં ઘટાડો મે મહિનામાં પણ ચાલુ રહ્યો હતો. એકંદરે રોકાણ મૂલ્ય લગભગ 44 ટકા ઘટીને 3.5 અબજ ડોલર થયું છે.
એક અહેવાલમાં આઈવીસીએ અને ક્ધસલ્ટિંગ કંપની ઈવાયએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડ્સનું રોકાણ ગયા વર્ષના મે મહિનાના 6.2 અબજ ડોલર અને એપ્રિલ 2023ના 7.4 અબજ ડોલરથી અનુક્રમે નોંધપાત્ર 44 ટકા અને 52 ટકા ઘટયું છે. ઈવાયના પાર્ટનર વિવેક સોનીએ જણાવ્યું કે, ’ટેક ઈન્ડાઈસિસ અને કેટલીક મોટી વૈશ્વિક ટેક કંપનીઓમાં રિકવરી જોવા છતાં દેશમાં રોકાણનું સેન્ટિમેન્ટ નબળું છે.
- Advertisement -
ભારતીય સ્ટાર્ટઅપ્સની ફંડ એકત્ર કરવામાં ધીમી ગતિ પણ તેમાં જવાબદાર છે. માત્ર હેલ્થકેર અને ફાઇનાન્શિયલ સર્વિસિસમાં સામાન્ય રોકાણ જોવા મળ્યું છે. જોકે મધ્યમથી લાંબા ગાળા માટે આઉટલુક હજી પોઝીટિવ છે અને આ વર્ષે કુલ રોકાણ ગત વર્ષના આંકડાને વટાવી જવાનો આશાવાદ છે.