તામિલનાડુ સહિતના દક્ષિણના રાજયોમાં પણ વરસાદ
પશ્ચિમી બંગાળ- સિકકીમમાં પણ પાંચ દિવસ ભારે વરસાદની શકયતા: ઉતર પશ્ર્ચિમી રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બિપોરજોય ઈફેકટથી વરસાદ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશના ઉતરના રાજયો ઉતરપ્રદેશ-બિહાર-ઝારખંડ અને છેક પુર્વમાં પશ્ચીમ બંગાળ માટે હવે સારા સમાચાર છે. નૈઋત્યનું ચોમાસુ આગામી 24થી 48 કલાકમાં આ રાજયોમાં આગળ વધશે તથા મધ્યમ પશ્ચીમી ક્ષેત્રમાં મધ્યપ્રદેશ સુધી ચોમાસુ પહોંચી જશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ ઓડીસા, પશ્ચીમ બંગાળના મેદાની ક્ષેત્રે ઝારખંડ-બિહારમાં તથા પુર્વીય ઉતરપ્રદેશમાં આગળ વધશે અને દેશના અન્ય ભાગોમાં પણ ચોમાસુ આગળ વધવા માટે સાનુકુળ સ્થિતિ બની રહી છે અને તામિલનાડુના કેટલાક ભાગોમાં ચોમાસુ વધુ સક્રીય બનશે. વાવાઝોડુ બિપોરજોયની અસર હવે નહીવત છે અને બુધવાર સુધી રાજસ્થાન, ગુજરાત અને ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં આવતીકાલ સુધીમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની શકયતા છે.
બિપોરજોયના કારણે સર્જાયેલુ હવાનું લો-પ્રેસર હવે ઉતરપુર્વ રાજસ્થાન અને તેના નજીકના ક્ષેત્રો ઉતર પશ્ચીમ મધ્યપ્રદેશ અને દક્ષિણ પુર્વ ઉતરપ્રદેશ બાજુ ખસકયુ છે. જયાં બુધવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની શકયતા છે. ચોમાસાની હવે બિહાર અને ઝારખંડમાં એન્ટ્રીથી અહી જે ભીષણ ગરમી પડતી હતી તેમાં રાહત મળશે તો પશ્ચીમ યુપીમાં 14 શહેરોમાં ભારે વરસાદની આગાહી છે.