રેસકોર્સ ગ્રાઉન્ડ, નાનામવા સર્કલ, મલ્ટી એક્ટીવીટી સામેના ગ્રાઉન્ડ ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં યોગ દિવસ ઉજવાશે
ખાસ-ખબર સંવાદદાતા
મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમને પરેશભાઈ પીપળીયાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, 27 સપ્ટેમ્બર 2014ના રોજ સયુંકત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભાને સંબોધતી વખતે પ્રધાનમંત્રીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરતા તા.11 ડીસેમ્બર 2014ના રોજ સયુંકત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી 21 જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા કરવામાં આવેલ ઠરાવ અનુસંધાને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. જે ભારત માટે અત્યંત ગૌરવની વાત છે.
- Advertisement -
સમગ્ર ગુજરાતમાં વિવિધ 75 આઈકોનિક સ્થળોવિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આગામી તા. 21-06-2023ના રોજ રાજકોટ શહેરમાં મુખ્ય ચાર સ્થળોએ તથા ત્રણ સ્થળોએ એકવા યોગા મળી કુલસાત સ્થળો તેમજ તમામ વોર્ડ ઓફિસો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 75 જેટલી સ્કુલોમાં અને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના 23 આરોગ્ય કેન્દ્રો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
વધુમાં તેમણે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, આગામી તા. 21-06-2023ને બુધવારના રોજ સમય સવારે 06:00 થી 07:45 વાગ્યે શહેરના ચાર સ્થળો જેમાં (1) રેસકોર્સ ગ્રાઉન્ડ, ફ્ન વર્લ્ડની બાજુમાં, (2) નાનામવા સર્કલ, મલ્ટી એક્ટીવીટી સામેના ગ્રાઉન્ડ, (3) ગ્રીન લેન્ડ પાર્ટી પ્લોટ, ગ્રીન લેન્ડ ચોકડી, કુવાડવા રોડ અને (4) મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબેલી પાસેના સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તમામ વ્યક્તિઓએ પોતાની 2ડ્ઢ 6 (યોગ વ્યવસ્થિત રીતે કરી શકાય તે મુજબની માપ સાઈઝ)ની મેટ સાથે લાવવાની રહેશે, સમગ્ર આયોજનને ધ્યાને લેતા, કાર્યક્રમમાં એકસુત્રતા જળવાઈ તથા યોગ્ય માહોલ ઉભો થાય તે માટે કાર્યક્રમમાં ભાગ લેવા વ્યક્તિઓ સફેદ વસ્ત્રો પહેરીને કાર્યક્રમમાં ભાગ લે તે ઇચ્છનીય રહેશે. યોગ કાર્યક્રમમાં ભાગ લેનારે ભૂખ્યા પેટે આવવું તેમજ કાર્યક્રમમાં ભાગ લેનાર તા. 21-06-2023ના રોજ સવારે 06:00 કલાકે નિયત સ્થળે ઉપસ્થિત થવાનું રહેશે.
- Advertisement -
સ્વિમીંગ પુલ ખાતે એક્વા યોગનું આયોજન
શહેરના ત્રણ સ્થળોએ એક્વા યોગાનું પણ આયોજન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (1) સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર, પેડક રોડ, (2) લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્સ અને (3) મહર્ષિ દયાનંદ સ્નાનાગાર, કાલાવડ રોડ ખાતે સવારે 08:00 થી 08:45 કલાકે એક્વા યોગાનું આયોજન આયોજન પણ કરવામાં આવેલું છે.