ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકાર વિદેશોમાં રહેતા ભારતીય મૂળના લોકોનુ સન્માન કરી રહી છે અને તેમને જાત જાતની સુવિધાઓ પૂરી પાડી રહી છે ત્યારે પાકિસ્તાનની સરકાર વિદેશોમાં રહેતા પોતાના નાગરિકોનુ અપમાન કરવામાં વ્યસ્ત છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બે દિવસ પહેલા સંસદમાં નિવેદન આપ્યુ હતુ કે, કોઈ કેનેડામાં રહે છે અને કોઈ અમેરિકામાં…આ બધા બેશર્મ લોકો છે અને તેઓ પોતાના સ્વજનોની લાશો દફનાવવા માટે જ પાકિસ્તાનમાં આવે છે અને પછી જતા રહે છે.
- Advertisement -
અન્ય દેશોમાં રહેતા પાકિસ્તાનીઓમાં આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. અમેરિકા સ્થિત પાકિસ્તાની મૂળના ડોકટરોના સંગઠને આ નિવેદનની આકરી ઝાટકણી કાઢતા કહ્યુ છે કે, અમેરિકા તેમજ યુરોપમાં રહેતા પાકિસ્તાનીઓનુ સંરક્ષણ મંત્રીએ અપમાન કર્યુ છે. વિદેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોએ હંમેશા પાકિસ્તાનના હિતોને પ્રાથમિકતા આપી છે. પાકિસ્તાનમાં જે પણ રાજકીય મતભેદો છે તે માટે આ પ્રકારે નિવેદનો આપવાની જગ્યાએ લોકો સાથે સંવાદ કરવો જરૂૂરી છે.
સંગઠને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને અપીલ કરી છે કે, વડાપ્રધાને આ બાબત પર ધ્યાન આપીને ખ્વાજા આસિફના નિવેદનને સંસદના રેકોર્ડમાંથી કાઢી નાંખવુ જોઈએ.