ખાસ-ખબર સંવાદદાતા
કોમી તંગદીલીને કારણે ઉત્તરાખંડના ઉત્તરકાશીનું પુરોલા નામનું નાનુ શહેર દેશભરમાં ચર્ચામાં છે. આ વિસ્તારમાંથી અનેક મુસ્લિમોએ પલાયન કર્યું છે. એવામાં હિન્દુ સંગઠનો દ્વારા લવ જેહાદ સામે મહાપંચાયતનું આયોજન કરાયું છે. 144 લાગુ હોવા છતા આ મહાપંચાયત યોજાવા જઇ રહી છે. જેની સામે હાઇકોર્ટમાં અરજી થઇ છે.
ઉત્તરાખંડ હાઇકોર્ટ આ અરજીની ગુરૂવારે સુનાવણી કરશે. અસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ દ્વારા બુધવારે આ મામલે હાઇકોર્ટમાં અરજી થઇ હતી, જોકે અગાઉ સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણીની ના પાડી દીધી હતી તેથી મામલો હાલ હાઇકોર્ટ પહોંચ્યો છે. આ વિસ્તારમાં તંગદીલીને કારણે પ્રશાસને 144 લાગુ કરી દીધી છે. એવામાં હિન્દુ સંગઠનો દ્વારા યોજવામાં આવનારી મહાપંચાયતને પણ પ્રશાસન દ્વારા અનુમતી નથી આપવામાં આવી. 26મી મેના રોજ એક હિન્દુ યુવતીના કથિત અપહરણના પ્રયાસમાં એક મુસ્લિમ યુવકનું નામ સામે આવ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
- Advertisement -
જોકે તે બાદ હિન્દુ સંગઠનો દ્વારા મુસ્લિમોની દુકાનો પર લેવ જેહાદીઓ વિસ્તાર ખાલી કરોના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. જે બાદ અનેક હિન્દુ પરિવાર દ્વારા આ વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે. એવામાં આ મહાપંચાયત યોજાવા જઇ રહી છે.