-કોરોના સહિતની કામગીરીમાં આરબીઆઇનું સુકાન સંભાળીને તથા ફુગાવા સહિતના મોરચે મકકમ નિર્ણયોથી વૈશ્ર્વિક બેંકો પણ પ્રભાવિત
કોરોના સહિતની કટોકટી કાળમાં પણ રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાનું સુકાન સફળતાપૂર્વક સંભાળી રહેલા ગવર્નર શકિતકાંતા દાસને લંડનની સેન્ટ્રલ બેકીંગ દ્વારા ‘ગવર્નર ઓફ ધ યર’નો ખિતાબ આપવામાં આવ્યો છે. તેઓએ આરબીઆઇનું સુકાન સંભાળ્યા બાદ અનેક મહત્વના પગલા લીધા છે અને તેમના પૂરોગામી કરતા વધુ સારા ગવર્નર સાબિત થઇ રહ્યા છે અને તેથી જ તેમને લંડન સેન્ટ્રલ બેંકીંગ તરફથી ગવર્નર ઓફ ધ યરનો ખિતાબ લંડનમાં આપવામાં આવ્યો અને તે સમયે શકિતકાંતા દાસનું સન્માન કરવામાં આવ્યું. એક તરફ કોરોના કાળ પૂરો થયા બાદ ભારત અને વિશ્ર્વમાં ફુગાવાની સમસ્યા વકરી હતી તેમજ યુક્રેન-રશિયા યુધ્ધના કારણે વૈશ્ર્વિક હાલત પણ બગડી હતી.
- Advertisement -
આ સ્થિતિમાં અમેરિકા સહિતના દેશોની બેંકો સહિત પોતે નિર્ણય લેવામાં અનિશ્ર્ચિત હતી તે સમયે શકિતકાંતાદાસે સરકાર સાથે સંકલન કરીને કોરોના સંકટમાં છ માસનો લોન-ધીરાણ મોરેટરીયમ પીરીયડ આપીને લોન ધારકોને સૌથી મોટી રાહત આપી હતી પરંતુ સાથોસાથ ફુગાવો અંકુશમાં લેવા તેઓએ સતત દોઢ વર્ષ સુધી વ્યાજદરમાં વધારો કરીને અંતે ફુગાવાને કાબુમાં લેવામાં સફળતા મેળવી છે તો હાલમાં જ રૂા. ર000ની ચલણની નોટો સરકર્યુલેશન પાછી ખેંચવાના નિર્ણય છતાં પણ કોઇ અફડાતફડી ન સર્જાય તે પણ બેખૂબીથી પાર પાડયું છે તે તમામ નિર્ણયો વચ્ચે ભારતીય બેંકીંગ સિસ્ટમ મજબુત રહી અને અમેરિકામાં બેંકો દેવાળીયા થતી હતી તથા ભારતમાં એક પણ બેંક મુશ્કેલમાં ન આવે આ તમામમાં તેમની કામગીરીને વખાણવામાં આવી છે તેથી તેમને આ ખિતાબ અર્પણ કરાયો છે.