3 જુલાઈના રોજ અષાઢ મહિનો પૂર્ણ થશે. સોમવારથી અષાઢ મહિનાની શરૂઆત થઈ છે અને સોમવારના દિવસે જ અષાઢ મહિનો પૂર્ણ થશે.
5 જૂનથી અષાઢ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને 3 જુલાઈના રોજ અષાઢ મહિનો પૂર્ણ થશે. સોમવારથી અષાઢ મહિનાની શરૂઆત થઈ છે અને સોમવારના દિવસે જ અષાઢ મહિનો પૂર્ણ થશે. અષાઢ મહિનો પંચાંગનો ચોથો મહિનો ગણવામાં આવે છે, જે ભગવાન ભાસ્કર, શ્રીહરિ વિષ્ણુ, મહાદેવ અને દેવી દુર્ગાને સમર્પિત હોય છે. આ મહિનાથી ગ્રીષ્મકાળની સમાપ્તિ અને વર્ષાઋતુની શરૂઆત થાય છે. વરસાદ આવ્યા પહેલા અષાઢ મહિનામાં પ્રચંડ ગરમીનો પણ અહેસાસ થાય છે.
- Advertisement -
અષાઢ મહિનામાં અનેક તહેવાર આવે છે- જેમાં ગુરુ પૂર્ણિમા, ગુપ્ત નવરાત્રી, દેવશયની એકદાશી, દર્શ અમાવસ્યા, યોગિની એકાદશી, મિથુન સંક્રાંતિ અને જગન્નાથ રથયાત્રા જેવા તહેવાર શામેલ છે. શાસ્ત્રોમાં અનેક એવી માન્યતા છે કે, અષાઢ માસમાં જે પણ પૂજા, વ્રત, તીર્થ અને જપ તપ કરવામાં આવે તેનો લાભ પ્રાપ્ત થાય છે.
અષાઢ માસનું મહત્ત્વ
પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રના આધાર પર અષાઢ મહિનાનું નામ રાખવામાં આવ્યું છે. અષાઢ માસમાં જે પૂર્ણિમા આવે છે, તે દિવસે ચંદ્રમા બંને નક્ષત્રની વચ્ચે હોય છે. આ મહિને દાન-પુણ્ય, પૂજા અને વ્રતનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ મહિને જે પણ દાન કરવામાં આવે તેથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેથી અષાઢ મહિનામાં યજ્ઞ અથવા અનુષ્ઠાન જરૂરથી કરાવવા જોઈએ.
અષાઢ મહિનામાં 5 સોમવારનો શુભ સંયોગ
અષાઢ મહિનામાં 5 સોમવારનો શુભ સંયોગ બની રહ્યો છે. 5 જૂને સોમવારના દિવસે અષાઢ મહિનાની શરૂઆત થઈ છે અને સોમવારે 3 જુલાઈના રોજ અષાઢ મહિનો સમાપ્ત થશ, જેને જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિકોણથી શુભ માનવામાં આવે છે. જ્યોતિષમાં અષાઢ મહિનાના સોમવારને ‘સૌમ્ય’ માનવામાં આવ્યો છે. સારો વરસાદ અને દેશની પ્રગતિનો સંકેત છે. પાંચ સોમવારની શુભતાથી દેશમાં ઉપદ્રવ અને વિરોધ પ્રદર્શન ઓછું થવાની સંભાવના છે. અષાઢ મહિનાના પાંચ સોમવારે ભગવાન શિવની વિશેષ પૂજા અને અનુષ્ઠાનું આગવું મહત્ત્વ છે.
- Advertisement -
અષાઢ મહિનાના પાંચ સોમવાર
5 જૂન 2023- અષાઢ મહિનાનો પહેલો સોમવાર
12 જૂન 2023- અષાઢ મહિનાનો બીજો સોમવાર
19 જૂન 2023- અષાઢ મહિનાનો ત્રીજો સોમવાર
26 જૂન 2023- અષાઢ મહિનાનો ચોથો સોમવાર
03 જૂન 2023- અષાઢ મહિનાનો પાંચમો સોમવાર