ઑસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સની હંટર વેલીમાં 40 લોકોને લઈ જતી બસ પલટી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યારસુધી 10 લોકોનાં મોત નોંધાયા છે.
ઑસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સ NSWનાં હંટર વેલીમાં વાઈન કાઉંટી ડ્રાઈવ પર એક બસ પલટી જવાનો ગંભીર બનાવ બન્યો છે. આ અકસ્માતમાં અત્યારસુધી 10 લોકોનું મોત નોંધાયું છે જ્યારે 11 લોકો ગંભીરરીતે ઘાયલ થયાં છે. ઘાયલોને હેલિકોપ્ટર અને બાય-રોડ નજીકનાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યું છે. મળેલ માહિતી અનુસાર આ બસમાં 40 લોકો સવાર હતાં.
- Advertisement -
18 લોકોનો બચાવ
આ દુર્ઘટનામાં 18 યાત્રીઓનો બચાવ કરવામાં આવ્યો છે. બસ ચાલક અને એક 58 વર્ષીય વ્યક્તિની તબયિત ગંભીર છે. તેઓ હાલમાં હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
Australia: 10 killed, 11 rushed to hospital after bus crashes in Hunter Valley
Read @ANI Story | https://t.co/6jJ3CQX5Uh#Australia #HunterValley #accident pic.twitter.com/p1JcIpLTav
- Advertisement -
— ANI Digital (@ani_digital) June 11, 2023
પોલીસે આ ઘટનાની જાણકારી આપી
પોલીસે જણાવ્યું કે આ અકસ્માત રાત્રે 11.30 પછી થયો હતો. હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ધુમ્મસને લીધે થયો હતો. જો કે અમે આસપાસનાં એરિયાને કવર કરી દીધું છે. હાલમાં આ વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બસમાં 40 લોકો સવાર
ઑસ્ટ્રેલિયાની મીડિયા અનુસાર આ બસમાં આશરે 40 લોકો સવાર હતાં જે વેંડિન એસ્ટેટ વાઈનરીમાં એક લગ્ન પ્રસંગમાં શામેલ થયાં હતાં. આ તમામ લોકો કાર્યક્રમમાં શામેલ થયાં બાદ પાછા આવી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની છે.