તાજેતરના વર્ષોમાં રિલાયન્સે તેના પોર્ટફોલિયોમાં 50 વિદેશી બ્રાન્ડનો ઉમેરો કર્યો છે
ખાસ-ખબર સંવાદદાતા
આ વર્ષે દેશમાં બે ડઝનથી વધુ વૈશ્ર્વિક બ્રાન્ડ ભારતમાં સ્ટોર ખોલશે. આમાંથી મોટાભાગની ફૂડ એન્ડ બેવરેજ કંપનીઓ હશે. દર વર્ષે ભારતની મુલાકાત લેતી વૈશ્ર્વિક બ્રાન્ડની સરેરાશ સંખ્યા કરતાં આ બમણી છે. હકીકતમાં, ભારતમાં ઉપભોક્તા ખર્ચ વધી રહ્યો છે, જે વિશ્વના ટોપ-5 ક્ધઝ્યુમર માર્કેટમાં સામેલ છે. વસ્તીના મામલામાં પણ ભારત ટોચ પર છે. આ કારણે વૈશ્ર્વિક કંપનીઓને અહીં મોટી તક દેખાઈ રહી છે.
- Advertisement -
આ વર્ષે ભારતમાં જતી વૈશ્ર્વિક બ્રાન્ડ (24+)ની સંખ્યા એક દાયકામાં સૌથી મોટી છે. તેમાં ડનહિલ, રોબર્ટો કેવલ્લી, લવાઝા, અરમાની કાફે અને ફુટ લોકરનો સમાવેશ થાય છે. અભય ટર્ટલના ઈઊઘ નીતિન છાબરા અનુસાર, આ અને આગામી દાયકામાં ભારત ક્ધઝ્યુમર કંપનીઓ માટે શ્રેષ્ઠ બજાર બનવા જઈ રહ્યું છે. રિલાયન્સ બ્રાન્ડ્સ અને આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ ઘણી વિદેશી બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરી રહી છે. તાજેતરના વર્ષોમાં રિલાયન્સે તેના પોર્ટફોલિયોમાં 50 વિદેશી બ્રાન્ડનો ઉમેરો કર્યો છે.
વૈશ્વિક બ્રાન્ડસ પાંચ કારણોસર ભારતમાં આવી રહી છે
-ભારત હાલમાં 473 મિલિયન ગ્રાહકો સાથેનું વિશાળ બજાર છે.
-ભારતનો રિટેલ ઉદ્યોગ આ દાયકામાં વાર્ષિક 9 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે.
-આગામી 3 વર્ષમાં રિટેલ ઉદ્યોગ 11.62 લાખ કરોડનો થશે.
-આ વર્ષે દેશમાં 3.10 કરોડ ગ્રાહકો વધવાનો અંદાજ છે.
-રિટેલ સ્પેસમાં રોકાણ કરવા માટે ભારત હાલમાં સૌથી આકર્ષક દેશોમાંનો એક છે.