ઘરમાં ઘણા છોડનું લગાવવું શુભ માનવામાં આવે છે. તેમાંથી એક મની પ્લાન્ટ છે. તેનું ઝાડ લગાવવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા લોકોએ આ ઉપાય કરવા જોઈએ.
હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘર બનાવવાથી લઈને તેની સજાવટ, અંદર વસ્તુઓને વ્યવસ્થિત કરવા સુધીમાં વાસ્તુનું ખૂબ મહત્વ છે. કિચનથી લઈને બેડરૂમ, વોશરૂમની સાથે જ ઘરમાં રાખવામાં આવતા વૃક્ષોને લઈને પણ દિશાઓનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
વાસ્તુ અનુસાર અમુક એવા છોડ હોય છે જેમને ઘરમાં લગાવવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. પરંતુ આ છોડને લગાવતી વખતે યોગ્ય દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
ખોટી દિશા ઘરમાં લાવી શકે છે નકારાત્મકતા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિશાનું પ્રતિનિધિ બૃહસ્પતિ કરે છે અને આ શુક્રના વિરોધી માનવામાં આવે છે. માટે મની પ્લાન્ટને આ દિશામાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
- Advertisement -
તેના ઉપરાંત ઘરના પશ્ચિમ અને પૂર્વ દિશામાં પણ મની પ્લાન્ટનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિશામાં મની પ્લાન્ટનો છોડ લગાવવાથી વ્યક્તિને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.
મની પ્લાન્ટને સુકાવવા ન દો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલા મની પ્લાન્ટનો છોડ ક્યારેય પણ શુકાવવો ન જોઈએ. આ અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો ઘરમાં લગાવેલો મની પ્લાન્ટ સુકાઈ જાય છે તો તે ઘરની આર્થિક સ્થિતિને હાનિ પહોંચાડી શકે છે. તેના માટે મની પ્લાન્ટના છોડને નિયમિત રીતે પાણી આપવું જોઈએ અને તેના સુકાયેલા પાનને તરત હટાવી દેવા જોઈએ.
જમીનને સ્પર્શ ન થવું જોઈએ મની પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટનો છોડો ખૂબ જ ઝડપથી વધે છે. માટે તે વધતા વધતા જમીન સુધી પણ પહોંચી જાય છે લોકોને એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ છોડ ક્યારેય પણ જમીનને સ્પર્શ ન કરી શકે. આ અશુભ માનવામાં આવે છે.