અખંડ ભારતના નકશા સામે નેપાળે વાંધો ઉઠાવ્યો હતો હવે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને આપત્તિ
ભારતની નવી સંસદમાં અખંડ ભારતના નકશાની તસ્વીર જોઈને તાજેતરમાં નેપાળે વાંધો દર્શાવ્યો હતો. હવે અખંડ ભારતના નકશાથી પાકિસ્તાન પણ ભડકી ઉઠયું છે. ભારતની નવી સંસદમાં અખંડ ભારતની તસ્વીર લાગી છે, જેનો પેશાવરથી લઈને તક્ષશિલા સુધીની ચર્ચા છે.આટલું જ નહીં આ શહેરના નામો પણ પ્રાચીન નામો દર્શાવાયા છે.
- Advertisement -
જેમકે પેશાવરને પુરુષપુર કહેવામાં આવ્યું છે. અખંડ ભારતના આ નકશાને લઈને તાજેતરમાં નેપાળે વાંધો ઉઠાવ્યો હતો અને લુમ્બિનીનો ઉલ્લેખ કરીને નેપાળના પુર્વ સીએમ ભટ્ટરાયે સવાલ ઉઠાવ્યો હતો, હવે પાકિસ્તાન આ નકશાથી ગભરાઈ ગયું છે. પાકિસ્તાનની શાહબાજ સરકારે નકશાને લઈને ચિંતા પ્રગટ કરી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અમે આશ્ર્ચર્યચકીત છીએ કે ભારતમાં અખંડ ભારતની ચર્ચાઓ થઈ રહી છે. પાક. વિદેશ મંત્રાલયની પ્રવકતા જાહરા બ્લોચે જણાવ્યું હતું કે અમે એક કેન્દ્રીય મંત્રી સહિત ભારતના નેતાઓના નિવેદનોથી આશ્ર્ચર્યચકીત છીએ કે જે નવી સંસદમાં લાગેલા ભીતચિત્રમાં અખંડ ભારતની વાત કરી રહ્યા છે. આ ગંભીર ચિંતાની વાત છે કે ભારતની સતાધારી પાર્ટી ભાજપના કેટલાક લોકો સતત અખંડ ભારતની ચર્ચા કરે છે. જોકે પાકિસ્તાનના ભડકવા મામલે ભારતે કોઈ રિએકશન નથી આપ્યું.