નવા રથ હોવાથી થશે ટ્રાયલ : ભગવાન જગન્નાથની 146મી નીકળશે નગરયાત્રા
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદમાં 146મી રથયાત્રાની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પહેલી વખત નવનિર્મિત રથનું રિહર્સલ કરવામાં આવશે. એટલું જ નહીં આ પ્રકારે સંપૂર્ણ રૂટ પર ખલાસી બંધુઓ દ્વારા રથનું રિહર્સલ કરવામાં આવશે. ખાસ તો નવા રથનાં સ્ટેરીંગની ચકાસણી કરવામાં આવશે. નવા રથનું મંદિર પ્રશાસન,ખલાસીઓ સહિત રથનું રિહર્સલ કરશે.
ખાસ વાત એ છેકે અમદાવાદ રથયાત્રાના નવા રથ તૈયાર કરવામાં આવ્યા છે. જેને રથયાત્રામાં રૂટ પર આવતી ગલીઓમાં રથ વળશે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. અને જો કોઈ જો કોઈ ક્ષતિ હોય તો રથયાત્રા પહેલા તેમાં સુધારો કરવામાં આવશે. તેમજ તેમાં કોઈ પણ પ્રકારની ટેકનિકલ ક્ષતિ જોવા મળશે તો તેમાં સુધારો કરવામાં આવશે.
રથયાત્રાને માત્ર 28 દિવસ બાકી છે ત્યારે તમામ તૈયારીઓનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીની સાથે અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે છે. આ વખતે 146મી રથયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાનના રથ હોય છે. જોકે દર વર્ષે પુરીમાં ભગવાનના રથનું નિર્માણ થતું હોય છે. પરંતુ 72 વર્ષ બાદ અમદાવાદના રથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.