બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે.
બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત થયેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બે દિવસીય દિવ્ય દરબાર લાગવાનો છે. જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. આગામી 1લી અને 2જી જૂને શહેરના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ‘બાબા બાગેશ્વર’નો દિવ્ય દરબાર ભરાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને લોકલ કમિટી પણ બની છે.
- Advertisement -
રાજકોટ આવી રહ્યા છે બાબા બાગેશ્વર
આ અંગે માહિતી આપતા આયોજન સમિતિના સદસ્ય યોગીનભાઈ છનિયારાએ જણાવ્યું છે કે, રાજકોટની પાવન ધરતી ઉપર રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્વરધામ મધ્યપ્રદેશના પિઠાધિપતિ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે આવી રહ્યા છે.
મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી ધારણા
તેઓએ જણાવ્યું છે કે, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની આધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાનું સમાધાન કરવા બાબતે ખૂબ જ દેશ–વિદેશમાં લોકપ્રિય થયા છે, સાથે જ તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ્તાપૂર્વક મુકી રહ્યા છે. જેના કારણે તેઓ આજની યુવા પેઢીમા પણ અતિ લોકપ્રિય બન્યા છે. જ્યાં પણ તેમના દિવ્ય લોકદરબારો લાગે છે ત્યા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. રાજકોટમાં પણ સનાતન હિન્દૂ ધર્મ પ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.
બાગેશ્વરધામ સેવા સમિતિ દ્વારા કરાઈ રહી છે તડામાર તૈયારી
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે લોકલ કમિટીની પણ રપના કરવામાં આવી છે.