ખાસ-ખબર સંવાદદાતા
મોદી સરનેમ પર સજા બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વીર સાવરકર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાને લઈને
વધી છે.
આ મામલે રાહુલ ગાંધી સામે દાખલ ફરિયાદમાં કોર્ટે મામલાની તપાસ પોલીસ દ્વારા કરવાનો આદેશ આપ્યો છે.
એમપીએમએલએના વિશેષ એજીએમ અંબરિષ શ્રીવાસ્તવે કેસની સુનાવણી માટે 6 જૂનની તારીખ નકકી કરી હઝરતગંજ પોલીસને આદેશ આપ્યો છે કે તપાસ કરી એક મહિનામાં રિપોર્ટ આપે. સેન્ટ્રલ બાદ એસોસીએશનના પુર્વ મહાસચિવ નૃપેન્દ્ર પાંડેએ કોર્ટમાં અરજી દાખલ કરી કેસ નોંધવાની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભારત જોડો પદયાત્રા દરમિયાન જાણી જોઈને રાહુલે 17મી નવેમ્બરે 2022ના એક જાહેર મંચમાં સાવરકરની અમર્યાદીત ટીકા કરી દેશના સમસ્ત સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન કર્યું હતું.