ચીન-પાકિસ્તાનને વધુ એક સંદેશ, રાષ્ટ્રસંઘમાં ભારતના પ્રતિનિધિની સ્પષ્ટ વાત
ખાસ-ખબર સંવાદદાતા
સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ફરી એક વખત પાકિસ્તાન અને ચીન બન્નેને એક સાથે સંદેશ આપતા ભારતના કાયમી પ્રતિનિધિ પ્રતીક માથુરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીર તથા લદાખ એ ભારતના જ પ્રદેશો છે અને રહેશે. શ્રી માથુરે કહ્યું કે કોઈ દેશ કુપ્રચાર કરે કે ખોટા સંકેતો આપે તેનાથી વાસ્તવિકતા બદલાશે નહી.
તેઓએ રાષ્ટ્રસંઘની સલામતી સમીતી અને જે પાંચ દેશો પાસે ‘વીટો’નો અધિકાર છે તેની સામે પણ પ્રશ્ર્ન ઉઠાવતા કહ્યું કે બીજા વિશ્ર્વયુદ્ધની માનસીકતામાંથી રાષ્ટ્રસંઘે હવે બહાર આવવું જોઈએ અને વિટો સહિતના મતાધિકાર છે. તમામ મજબૂત રાષ્ટ્રોની સાથે સમજતાથી વ્યવહાર થવો જોઈએ.