-સ્ટારશીપ રોકેટને ધરતીનું ચકકર લગાવવા લોન્ચ કરાયેલું
સ્પેસ એકસનું દુનિયાનું સૌથી તાકાતવર રોકેટ બુધવારે લોન્ચની કેટલીક સેકન્ડોમાં જ આકાશમાં વિસ્ફોટ થઈ ગયું હતું. બિઝનેસમેન ઈલોન મસ્કની કંપનીનું લગભગ 400 ફુટ (120 મીટર) લંબાઈવાળા સ્ટારશીપ રોકેટને દુનિયાનું ચકકર લગાવવા માટે મોકલવાનું લક્ષ્ય હતું. તેમાં કોઈ વ્યક્તિ કે સેટેલાઈટ નહોતા. મંગળવારે જ તેને લોન્ચ કરવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ ત્યારે પણ તેને રોકી દેવામાં આવ્યું હતું.
- Advertisement -
ઉડાનની બાદની તસ્વીરોમાં નજરે પડયું કે, તેમાં 33 એન્જીનોમાંથી માત્ર 27 એન્જીન જ ફાયર થઈ રહ્યા હતા. ઉડાન ભર્યાની કેટલીક મીનીટો બાદ આ રોકેટ ફાટી ગયું હતું.
— Elon Musk (@elonmusk) April 20, 2023
- Advertisement -
સ્પેસ એકસે રોકેટ ફાટયા બાદ કહ્યું હતું- આપણે જે શીખીએ છીએ, તેમાંથી જ સફળતા મળે છે. આજનો ટેસ્ટ આપવાને સ્ટારશીપની વિશ્વસનીયતામાં સુધારો કરવામાં મદદ કરશે. ઈલોન મસ્કે જણાવ્યું હતું કે, કેટલાક મહિનામાં આગામી ટેસ્ટ લોન્ચ કરવા માટે ઘણું બધું શીખ્યા.
આ રોકેટ ચંદ્રમા પર બેઝ બનાવવા અને મંગળ ગ્રહની યાત્રા માટે ડિઝાઈન કરાયું હતું. આ સ્પેસ ક્રાફટની પેલોડ કેપીસીટી 100થી 150 ટન હતી. 100 લોકોને એક સાથે અન્ય ગ્રહે લઈ જવાની કેપીસીટી હતી.