મુંબઈના જિયો વર્લ્ડ ડ્રાઈવ મોલમાં ખૂલ્યો સ્ટોર: રિન્યૂએબલ એનર્જી પર કામ કરશે આ સ્ટોર
દિલ્હીમાં 20 એપ્રિલે ખૂલશે એપલનો બીજો સ્ટોર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
એપલનો દેશનો પહેલો સ્ટોર આજે મુંબઈમાં ખુલ્યો છે. એપલનો પહેલો ઓફિશિયલ સ્ટોર મુંબઈના ઉંશજ્ઞ વર્લ્ડ ડ્રાઈવ મોલમાં ખુલ્યો છે. એપલના સીઈઓ ટિમ કૂક ગઈ કાલે આ માટે ભારત પહોંચ્યા હતા અને આજે તેમણે ભારતમાં એપલના ફ્લેગશિપ સ્ટોરનું ભવ્ય ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ટિમ કુકે મુંબઈ ઇઊંઈ એપલ સ્ટોરનો ગેટ ખોલીને ઉદ્ઘાટન કર્યું હતું અને આ પ્રસંગે તેમની સાથે હજારો એપલના ચાહકો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્ટોરના ઓપનિંગ સમયે ટીમ કૂકે પોતે ગ્રાહકોનું સ્વાગત કર્યું હતું.
અહીં ગ્રાહકોને આાહયનો સંપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયો મળશે. તમે આ સ્ટોર પર એપલના ઉત્પાદનો અન્ય કોઈપણ રિટેલર પહેલાં જોઈ શકશો. કંપનીએ પોતાના સ્ટોરને યુનિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ માટે સ્ટોરની અંદર ફૂલો, કાચની દિવાલો અને પેઇન્ટિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કંપની અનુસાર, આ સ્ટોર 100% રિન્યુએબલ એનર્જી પર કામ કરે છે. સેલ્સ ટીમને ગ્રીન ટી-શર્ટ આપવામાં આવ્યા છે. આ સ્ટોરમાં 100 લોકોની ટીમ કામ કરી રહી છે, આ ટીમ 20 થી વધુ ભાષાઓમાં વાતચીત કરી શકે છે. જોકે, કંપનીએ તેની બેઝિક ડિઝાઈન એપલના અન્ય સ્ટોર્સ જેવી જ રાખી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એપલે ભારતમાં તેની હાજરી વધારી છે. કંપનીએ વર્ષ 2020માં ભારતમાં તેનો ઓનલાઈન સ્ટોર લોન્ચ કર્યો હતો. તે સમયે કંપની તેનો ઓફલાઈન સ્ટોર પણ લોન્ચ કરવાની હતી, પરંતુ વિવિધ કારણોસર તેમાં વિલંબ થયો હતો. સ્ટોરના ઉદઘાટન માટે ટિમ કૂક ભારત પહોંચી ગયો છે.