વાઈબ્રન્ટ વિલેજ યોજના હેઠળ કરાશે વિકાસ
ખાસ-ખબર સંવાદદાતા
ચીન બોર્ડર પર આવેલા છેલ્લા ગામ ગુંજીમાં ગઈકાલે 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. વાઇબ્રન્ટ વિલેજ યોજના હેઠળ કેન્દ્ર સરકાર સીમાંત ગામોનો વિકાસ કરી રહી છે. જેમાં છેવાળાનું આ ગુંજી ગામ પણ યાદીમાં સામેલ છે. ગુંજી ગામમાં 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ ફરકાવતા સાંસદ અજય તમટાએ કહ્યું કે, આ સરહદ પર આવેલું છેલ્લું ગામ નથી, પણ પહેલું ગામ છે. સરહદ પર આવેલા ગામડાઓને કેન્દ્ર સરકાર દ્વારા વાઈબ્રન્ટ વિલેજ યોજના હેઠળ વિકસાવવામાં આવી રહી છે.
ખઙ તમટા ગઈકાલે 14,500 ફૂટની ઉંચાઈ પર સ્થિત ઓમ પર્વતની મુલાકાત લીધા બાદ કાલી નદીના ઉદ્ગમ સ્થાન કાલાપાની મંદિર પહોંચ્યા હતા. આ પછી વ્યાસ ઘાટીના સાત ગામોની મહિલાઓ અને લોકોએ તેમનું ગુંજી ગામમાં સ્વાગત કર્યું હતું. પરંપરાગત પોશાકમાં સજ્જ મહિલાઓએ શિવ વંદના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. સાંસદ તમટાએ કહ્યું કે, અમારા વડવાઓએ ઘણો સંઘર્ષ કર્યો છે. ટનકપુરથી લિપુલેખ સુધી રોડ બનાવવાનું કામ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવ્યું છે. 56 કરોડ 68 લાખના ખર્ચે સરહદી ગામોનો વિકાસ કરવામાં આવશે.