અમેરિકા નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર બની ગયું છે. બંને દેશો વચ્ચે આ દરમિયાન 128.55 અબજ ડોલરનો વેપાર થયો છે. જે બતાવે છે કે બંને દેશો વચ્ચે આર્થિક સંબંધ વધુ મજબુત બની રહ્યા છે. કોમર્સ મીનીસ્ટ્રીના અસ્થાયી આંકડા અનુસાર ભારત અને અમેરિકા વચ્ચે બાયઇલેટરલ ટ્રેડ (દ્વિપક્ષીય વ્યાપાર) વર્ષ 2022-23માં 7.65 ટકાના વધારા સાથે 128.55 અબજ ડોલરનો થઇ ગયો છે.
એકસપોર્ટ-ઇમ્પોર્ટ : આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં ભારતથી અમેરિકામાં એકસપોર્ટ 2.81 ટકાની વૃધ્ધિની સાથે 78.31 અબજ ડોલર થઇ ગયો જે વર્ષ 2021-22માં 76.18 અબજ ડોલર હતો.ભારતમાં અમેરિકાથી ઇમ્પોર્ટ આ દરમિયાન 16 ટકાના વધારા સાથે 50.24 અબજ ડોલર થઇ ગયો હતો.
- Advertisement -
ચીન સાથે ટ્રેડમાં 1.5 ટકાનો ઘટાડો : વર્ષ 2022-23માં ભારત ચીનના વ્યાપારમાં 1.5 ટકાના ઘટાડા સાથે 113.83 અબજ ડોલરે રહ્યો હતો. ભારતમાં ચીન માટે 2022-23માં એકસપોર્ટ 28 ટકાના ઘટાડા સાથે 15.32 અબજ ડોલરે રહી ગયો હતો. જયારે ઇમ્પોર્ટ 4.16 ટકાની વૃધ્ધિની સાથે 95.51 ટકા અબજ ડોલર થઇ ગયો હતો.
એકસપર્ટનો મત : એકસપર્ટ કહે છે અમેરિકા સાથે બાયલેટરલ ગ્રેડ વધવાનું ચલણ આગામી વર્ષો સુધી ચાલુ રહેશે. આ સાથે જ ભારત-અમેરિકા આર્થિક સંબંધોને સતત મજબુત બનાવવા કામ કરી રહ્યા છે.