રાહુલને લંડનમા વેરેલા વટાણા નડી ગયા !
રાહુલ ગાંધીના નિવેદનોનો વીડિયો કોર્ટમાં રજૂ કરાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સજા અને સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ પણ તેમની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. આ વખતે સાવરકર પર આપવામાં આવેલા નિવેદનો તેમની સામે મુસીબત સમાન છે. તમને જણાવી દઈએ કે હિન્દુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)ના ભાઈના પૌત્રે બુધવારે પુણે સેશન્સ કોર્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. જેમાં સાત્યકી સાવરકરે રાહુલ ગાંધી પર લંડનમાં વીર સાવરકર પર ખોટું નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે.
આ કેસમાં ભારતીય દંડ સંહિતા (ઈંઙઈ)ની કલમ 499 અને 500 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા ગુજરાતની સુરત કોર્ટે રાહુલ ગાંધીને મોદી સરનેમને લઈને માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવી હતી, ત્યારબાદ તેમનું લોકસભાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
સાવરકરના પૌત્ર સાત્યકીએ જણાવ્યું કે તાજેતરમાં જ રાહુલ ગાંધી લંડન ગયા હતા, જ્યાં તેમણે ગછઈં સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન રાહુલે દાવો કર્યો હતો કે સાવરકરે એક પુસ્તક લખ્યું હતું જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેણે અને તેના મિત્રોએ એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો, જેનાથી તેને આનંદ થયો હતો. સાત્યકીના જણાવ્યા અનુસાર, આ ઘટનાનો ઉલ્લેખ કર્યા પછી રાહુલ ગાંધીએ પૂછ્યું કે શું આ કાયરતાનું કૃત્ય નથી.