ઈઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. એક પછી એક હુમલા થઈ રહ્યા છે ઈઝરાયેલના તેલ અવીવમાં ફિલિસ્તીને હુમલો કર્યો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે.
ઈઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. એક વાર ફરી હુમલા થયો છે. ઈઝરાયેલના તેલ અવીવમાં ફિલિસ્તીને હુમલો કર્યો છે. પાપ્ત વિગતો મુજબ ત્રણ લોકોના મોત થયા છે તેમજ છ લોકો ઘાયલ થયા છે.
- Advertisement -
Israel | One tourist was killed and five others were wounded in a Tel Aviv car-ramming attack; the driver was neutralised when he tried to pull a gun, Reuters reported citing authorities & police officials
(Source: Reuters) pic.twitter.com/05hU6SQl33
— ANI (@ANI) April 7, 2023
- Advertisement -
અગાઉ અલ-અક્સા મસ્જિદ હુમલો થયો હતો
આ પહેલા અલ-અક્સા મસ્જિદ પર ઈઝરાયેલની અક્શન બાદ આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ પર અનેક રોકેટ હુમલા કર્યા હતા. લેબનોનથી પણ ઈઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યા હતા ત્યારબાદ ઈઝરાયેલે પણ ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલો કરીને કર્યો હતો.
સુરક્ષા વધારવાનો આદેશ
વડા પ્રધાન નેતન્યાહૂને તેલ અવીવમાં આતંકવાદી હુમલાની માહિતી આપવામાં આવી હતી. જે બાદ તેcણે આર્મી અને તમામ રિઝર્વ બોર્ડર પોલીસને બોલાવવાનો આદેશ આપ્યો હતો. નેતન્યાહુએ IDFને આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે વધુ સુરક્ષા દળોને બોલાવવાનો આદેશ આપ્યા હતો.
Israel: Tel Aviv attacker shot dead by officers
Read @ANI Story | https://t.co/OO8NQsqk5G#TelAviv #TerrorAttack #IsraelPalestineconflict pic.twitter.com/DtGmuo0Abx
— ANI Digital (@ani_digital) April 7, 2023
‘અન્ય હુમલાખોરોનો કોઈ ડર નથી’
પોલીસે કહ્યું કે, હાલ અન્ય હુમલાખોરોનો કોઈ ડર નથી. પોલીસે લોકોને આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાથી દૂર રહેવાની અપીલ કરી હતી. અમુક અહેવાલો મુજબ હુમલાખોર ઈઝરાયેલના શહેર કફર કાસેમનો રહેવાસી હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ વ્યક્તિ તેલ અવીવમાં કામ કરતો હતો.