હજુ 50% લોકો જ ફરિયાદ કરતા હોવાનું તારણ: ઓટીપી મેળવી ફ્રોડ કરવાનું મોખરે: ATMમાં પણ નાણા ઉપાડતા સમયે અનેક છેતરાયા: ઓનલાઈન શોપીંગમાં પણ વધતા ફ્રોડ
અપરાધની દુનિયામાં હવે ટેકનોલોજી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને ખાસ કરીને મોબાઈલમાં જયારે તમામ આર્થિક દુનિયા સમાઈ જતી હોય તે સમયે ઓનલાઈન ફ્રોડમાં છેલ્લા 1 વર્ષમાંજ રાજયમાં 14000થી વધુ લોકોએ તેના નાણા ગુમાવ્યા છે અને આ ફકત રાજય પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ નોંધાયેલા અપરાધ છે. અનેક લોકો ખુદની પ્રતિષ્ઠા જવાના ભયે કે અજાણ નથી પણ આ પ્રકારે ડેબીટ-ક્રેડીટ કાર્ડથી છેતરપીંડીનો ભોગ બની ગયા છે જેઓ ફરિયાદ નોંધાવાની હિમ્મત કરતા નથી.
- Advertisement -
ફકત અમદાવાદમાં જ આ રીતે બેન્ક ડાર્ક ફ્રોડના 3997 કેસ નોંધાયા હતા. જયારે આ યાદીમાં સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 612, ભાવનગરમાં 353, જૂનાગઢમાં 245 અને જામનગરમાં 218 કેસ છેલ્લા 1 વર્ષમાં નોંધાયા છે. કાર્ડ સંબંધી ફ્રોડમાં સાયબર ક્રિમીનલ અનેક યુક્તિઓ અપનાવે છે. તમામ કેવાયસી અપડેટ કરવાના નામે કે પછી કાર્ડની ઉપાડ મર્યાદા વધારવા કે તેની મુદત વધારવા સહિતના માર્ગે કાર્ડ ધારકને બેન્કમાંથી ફોન થઈ રહ્યો છે તેવું જણાવીને તેમાં વનટાઈમ પાસવર્ડ (ઓટીપી) સહિતના ડેટા મેળવીને નાણા ઉપાડી લેવાય છે.
વાસ્તવમાં બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ વારંવાર કહે છે કે તમારો બેન્કીંગ-વીમા કે અન્ય નાણાકીય વ્યવહારો સંબંધી જે ઓટીપી આવે તે કોઈ સાથે શેર કરવાનો હોતો નથી છતાં લોકો તે ફ્રોડ કરનારને આપે છે. ઉપરાંત કોઈ ‘એપ’ ડાઉનલોડ કરતા કે અપગ્રેડ કરવા માટે વધારે કોઈની સલાહ માનવાની જરૂર પણ નથી.બેન્કો દ્વારા એટીએમના ઉપયોગ અંગે પણ સાવધાનીની સલાહ અપાય છે. તમારો પાસવર્ડ તમારા સિવાય કોઈને આપવાનો નથી.
પબ્લીક એટીએમમાં વ્યવહાર કરતા સમયે તમારે તમારો પાસવર્ડ પ્રિન્ટ કરવા માટે કીબોર્ડ પરના બટન પ્રેસ કરતા સમયે પણ સાવધાની રાખવી જરૂરી છે અને રાત્રીના કે જેવા સમયે એટીએમનો ઉપયોગ ટાળવો કે ભીડભાડ હોય તેવા સ્થળો પર એટીએમનો ઉપયોગ કરવો જેથી ફ્રોડ કરનાર ફાવી જાય નહી. હવે તમારો તમારા કાર્ડના ડેટા કોઈપણ એપ કે ઓનલાઈન શોપીંગમાં સેવ કરો નહી તે ખાસ તાકીદ થઈ છે અને નિયમિત રીતે પાસવર્ડ બદલવો જન્મતારીખ કે તેવા પાસવર્ડ ન રાખવા આંકડા સાથે અન્ય ચિહનો પણ પાસવર્ડમાં જોડવા અને તેની સાવધાની રાખવી તેમાં ઓનલાઈન ફ્રોડ ખાસ કરીને ડેબીટ-ક્રેડીટ કાર્ડ ફ્રોડથી બચી શકાય છે.