ભાવનગર જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કોવિડ-19 ની ગાઈડલાઈનનું પાલન વગેરે બાબતોની સાથે સાથે અન્ય એક બાબત પણ ઉડી ને આંખે વળગે એવી હતી. અને એ હતી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગની દિવ્યાંગ મતદારો તેમજ સિનિયર સિટીજન્સ પ્રત્યેની સંવેદના.આજરોજ યોજાયેલ મતદાનમાં જિલ્લાના કોઈપણ દિવ્યાંગ મતદારને મતદાન કરવામાં મુશ્કેલી ન પડે તે હેતુથી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ભાવનગર દ્વારા દિવ્યાંગ મતદારોને મદદરૂપ થવા જુદી-જુદી ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમ્યાન જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવ્યાંગ મતદાતાઓ તથા સિનિયર સિટીજન્સને મતદાન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ તેઓ સરળતાપૂર્વક અવરોધમુક્ત વાતાવરણમા મતદાન કરી શકે તે હેતુથી વિભાગ દ્વારા વ્હીલચેર તથા ટ્રાઇસીકલ વગેરે જેવા સાધનોની મદદથી દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીજન્સને સફળતા પુર્વક મતદાન કરવામાં સહાયભૂત થવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ હતી.મતદાન મથકો પર હાજર નાગરિકોએ પણ તંત્રની આ સંવેદનાને બિરદાવી હતી.
કૌશિક વાજા ભાવનગર


