દક્ષિણ-મધ્ય રેલવે (SCR) એ મંગળવારે લોકોને અપીલ કરી છે કે, તેઓ પથ્થરમારો જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય
ભારતમાં તેલંગાણામાં ઘણી જગ્યાએ વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ તાજેતરમાં જ સામે આવી હતી. જેમાં કાઝીપેટ, ખમ્મામ, કાઝીપેટ, ભોંગિર અને એલુરુ-રાજમુન્દ્રીમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ તરફ હવે દક્ષિણ-મધ્ય રેલવે (SCR) એ મંગળવારે લોકોને અપીલ કરી છે કે, તેઓ પથ્થરમારો જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય.
- Advertisement -
સાઉથ-સેન્ટ્રલ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, તાજેતરના સમયમાં વંદે ભારત ટ્રેનોને અસામાજિક તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવી છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આવી નવ ઘટનાઓ સામે આવી છે. ટ્રેનો પર પથ્થરમારો એ ફોજદારી ગુનો છે અને રેલ્વે એક્ટની કલમ 153 હેઠળ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આમાં 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
અત્યાર સુધી કેટલા કેસ નોંધાયા ?
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ અત્યાર સુધીમાં અનેક કેસ નોંધ્યા બાદ 39 ગુનેગારોની ધરપકડ કરી છે. પથ્થરમારાની કેટલીક ઘટનાઓમાં 6 થી 17 વર્ષની વયના બાળકો પણ સામેલ હતા. એસસીઆરએ જણાવ્યું હતું કે, સમાજના દરેક માતા-પિતા, શિક્ષક અને વડીલોની જવાબદારી છે કે બાળકોને આવી પ્રવૃત્તિઓથી દૂર રાખવા માર્ગદર્શન આપવું. SCR અનુસાર આવી ઘટનાઓથી માત્ર સાર્વજનિક સંપત્તિને જ નુકસાન થયું નથી, પરંતુ ટ્રેનના સમયમાં પણ ફેરફાર થયો છે. આ ઉપરાંત પથ્થરમારાના કારણે પાંચ મુસાફરો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
પથ્થરબાજીની જગ્યાઓ પર જવાનો તૈનાત
એસસીઆરના જનરલ મેનેજર અરુણ કુમાર જૈને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડતી અને મુસાફરોને ગંભીર ઈજા પહોંચાડતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી દૂર રહેવા અપીલ કરી હતી. એસસીઆરના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આરપીએફ આ અંગે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે અને રેલ્વે લાઇનની આસપાસના ગામોના સરપંચો સાથે મળીને ગ્રામમિત્રો બનાવી રહી છે. આ ઉપરાંત પથ્થરમારાના સ્થળો પર પણ કર્મચારીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે.
- Advertisement -