બાયડના ડૉક્ટર દંપતિની કાર અકસ્માતમાં આગની લપેટમાં આવી જતાં,ડૉક્ટર દંપતિ નું ઘટના સ્થળ પરજ કરૂણ મોત
અરવલ્લી જીલ્લાના બાયડના જાણીતા તબીબ દંપતીની કારને દહેગામ-બાયડ વચ્ચે લિહોડા પાસે ડમ્પર સાથે અકસ્માત સર્જાતાં તબીબ દંપતીની કાર આગની લપેટમાં આવી જતાં કરૂણ મોત નીપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
- Advertisement -

બાયડ ના વાત્સલ્ય હોસ્પિટલના જાણીતા તબીબ ડૉ. મયુરભાઇ શાહ અને તેમના પત્ની ડૉ. પ્રેરણાબેન શાહ તેમની પોતાની ક્રેટા કારમાં દહેગામ થી બાયડ તરફ આવી રહ્યા હતા,
ત્યારે લિહોડા પાસે એક આઈવા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતાં અને અકસ્માતમાં આઈવા ડમ્પરની ડિઝલ ટેન્ક ફાટતાં આગ લાગી હતી,જેમાં જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી.અને ક્ષણભરમાં કાર આગમાં બળીને ભડથું થઇ ગઈ હતી. સાથે સાથે કારમાં સવાર ડૉક્ટર દંપતી પણ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા…
અકસ્માતના સમાચાર વાયુવેગે બાયડ પંથક સહિત અરવલ્લી જિલ્લામાં પ્રસરી જતાં સમગ્ર તબીબી આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
- Advertisement -
જગદીશ સોલંકી (અરવલ્લી)


