ટોટલ 250 બુથ ઉપર ઇવીએમ સેટ, પોલિંગ ટીમ રવાના કરાઈ.
તાલુકાના 140482 અને શહેરના 89654 મતદારોને મતદાન પર્વમાં જોડાવા તંત્રની અપીલ
- Advertisement -
ગોંડલ
ગોંડલ નગરપાલિકાની 39, તાલુકા પંચાયતની 21 અને જિલ્લા પંચાયતની 5 બેઠક માટે રવિવારના મતદાન યોજાનાર છે ત્યારે તંત્ર દ્વારા કોઈપણ જાતની ક્ષતિ ન રહી જાય તે માટે કમર કસી ટોટલ 250 બુથ ઉપર ઇવીએમ સેટ અને પોલિંગ ટીમ રવાના કરી આપવામાં આવી છે શાંતિપૂર્ણ રીતે મતદાન માટે ડીવાયએસપીની નિગરાની હેઠળ પી.આઈ, પીએસઆઇ, પોલીસ જવાન અને હોમગાર્ડ તૈનાત કરી અપાયા છે.
પ્રાંત અધિકારી રાજેશકુમાર, મામલતદાર કાલરીયા સહિતના અધિકારીઓએ મતદાન પર્વ કોઈપણ ક્ષતિ વગર યોજાય તે માટે નગરપાલિકા વિસ્તારના 90 બુથ અને તાલુકા-જિલ્લા વિસ્તારના 160 બુથ ઉપર કર્મચારીઓની ફૌજ ને કામે લગાડી દેવાઈ છે.
- Advertisement -
ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા નિગરાની હેઠળ શહેરમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર 76 પોલીસ જવાન અને 122 હોમગાર્ડ ના જવાનોને સ્ટેન્ડ અપ કરી દેવાયા છે જ્યારે તાલુકા વિસ્તારમાં 4 પોલીસ ઇન્સ્પેક્ટર, 164 પોલીસ જવાન અને 204 હોમગાર્ડ એસઆરપીના જવાનોને જવાબદારી સોંપી આપવામાં આવી છે.
ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડના 39 બેઠક પર 101 ઉમેદવારોનું 89618 મતદારો મત આપીને ભાવિ નક્કી કરશે જ્યારે તાલુકા પંચાયતની 21 અને જિલ્લા પંચાયતની 5 બેઠક ઉપર 14482 મતદારો મતદાન કરી લોક પર્વની ઉજવણી કરશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં પાંચ બેઠક અને તાલુકા પંચાયતની સુલતાનપુર ગામ ની બેઠક બિન હરીફ થતા ભાજપ નું ખાતું ખૂલી જવા પામ્યું હતું. નગરપાલિકા ની મતગણતરી એમ બી કોલેજ ખાતે જ્યારે તાલુકા પંચાયતની મતગણતરી સેન્ટ મેરી સ્કૂલ ખાતે મંગળવારના રોજ યોજાનાર છે.
કોરોના ને ધ્યાને લઇ મતદાન મથકો ઉપર સેનીટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે સાથોસાથ મતદારોએ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવાનું રહેશે તેવું તંત્ર ની યાદીમાં જણાવાયું છે.


