ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ એરફિલ્ડ એનવાયરમેન્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠક રાજકોટ કલેક્ટરી કચેરી ખાતે કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં હવાઈ ઉડાન માટે અવરોધરૂપ વીજ થાંભલાની હાઈટ ઓછી કરવા તથા કેટલાક થાંભલાઓને દૂર કરવાની રજૂઆત કરાઈ હતી એરપોર્ટની આસપાસ પંખીઓની આવન-જાવન હવાઈ ઉડાનને અવરોધે છે જેથી બર્ડ એક્ટિવિટી એરપોર્ટ આસપાસ ન કરવા સંબંધિતોને સુચના અપાઇ હતી તેમજ એરપોર્ટની બાઉન્ડ્રી આસપાસ ખાણી – પીણી, ફળ શાકભાજીના વેચાણ થતા હોય છે જેનાથી પંખીઓ આકર્ષાઈને આવતા હોય છે જેથી આવા દબાણો દૂર કરવા પણ કલેક્ટરે તાકીદ કરી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટી, મહા પાલિકા, પી.જી.વી.સી.એલ સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.