શહેરમાં વધુ એક વોંકળા પર દબાણની ફરિયાદ
હરિઓમનગરમાં વોંકળા પર ગેરકાયદે બાંધકામ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના જાગૃત નાગરિક સાગર ધીરૂભાઇ મકવાણાએ મહાનગરપાલિકા કમિશ્ર્નરને લેખીત ફરિયાદ કરવામાં આવી છે જેમાં હરિઓમ નગર ઝાંઝરડા રોડ ઉપર આવેલ વોકળો હોવા છતાં બીલ્ડરને મહાનગરપાલિકા જૂનાગઢ તરફથી તથા જૂનાગઢના સીનીયર ટાઉન પ્લાનર અધિકારીશ્રી દ્વારા વોકળો નહીં હોવાનું પ્રસ્થાપિત કરી ગેરકાયદેસર પ્લોટ વેલીડેશન કરી અને પ્લોટને વેલીડ કરાવી અને બાંધકામ મંજૂરી આપ્યાનું જણાતુ હોય તાત્કાલીક અસરથી કાયદેસરના પગલા ભરવા બાબત.
જેમાં સાગર મકવાણાએ ફરિયાદમાં એવુ જણાવ્યુ છે કે, મહાનગરપાલિકાના વિસ્તારોનો મતદાર છું અને ભારતનો નાગરિક છું હું ટાઇટલમાં જણાવેલા સરનામે રહુ છુ મને મળેલી માહિતી અન્વયે ઉપર જણાવલા વિષય તથા બાબતે જૂનાગઢ મહાપાલિકા વિસ્તારમાં આવેલ હરીઓમ નગર, ઝાંઝરડા રોડ વિસ્તારમાં જૂનાગઢના એક બિલ્ડર દ્વારા હરીઓમ નગરમાં આવેલ સ્થિત વોકળાને ઢાંકી અને બહુમાળી ભવન ઉભુ કરવા માટે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મીલીભગત કરી અને હરિઓમ નગર ઝાંઝરડા રોડ પર આવેલ વોકળો હોવા છતાં બિલ્ડરને મહાનગરપાલિકા જૂનાગઢ તરફથી તથા જૂનાગઢના સીનીયર ટાઉન પ્લાનર અધિકારીશ્રી દ્વારા વોકળો નહી હોવાનું પ્રસ્થાપિત કરી ગેરકાયદેસર પ્લોટ વેલીડેશન કરી અને પ્લોટને વેલીડ કરાવી અને બાંધકામ મંજૂરી આપ્યાનું જણાવ્યુ હોય તાત્કાલીક અસરથી કાયદેસરના પગલા ભરવા હુકમ થવા અરજ છે.
વિશેષમાં જણાવ્યુ હતુ કે, ભારતની સંસદ દ્વારા રીવર એકટ પસાર કરાવમાં આવેલ છે તે મુજબ ભવિષયમાં કે વર્તમાનમાં મોટી ખાનાખરાબી ન થાય તે માટે વોંકળાઓ અને નદીઓ ઢાંકી અને બાંધકામ કરવુ તે ભવિષ્યમાં જાનહાનીનો મોટો વિષય બને તેવા સંજોગો જણાતા ભારતની સંસદે રીવર એટક પસાર કરી વોંકળાઓ ન ઢાંકવા દરેક મહાનગરપાલિકાઓને ગાઇડ લાઇન આપેલ છતાં પણ જોષીમઠની જેમ જૂનાગઢમાં પણ ઝાંઝરડા વિસ્તાર તથા ટીંબાવાડી વિસ્તારની અંદર તથા કાળવામાં પણ વોંકળાઓ ઢાંકી અને ગેરકાયદેસર બાંધકામો થયેલ છે જેનું પુનરાવર્તન ન થાય તે માટે એક જાગૃત નાગરિક તરીકે આપ સાહેબને ઉપર જણાવેલ વિષયે અને બાબતે તાત્કાલીક અસરથી પ્રમાણીત અધિકારી દ્વારા હરીઓમનગર વિસ્તાર તથા હરિઓમ નગરની પાછળ તમામ બાંધકામ મંજૂરીઓ ચેક કરી અને હરીઓમનગર વિસ્તારમાં આવેલ વોંકળો ઢંકાય નહીં તે અંગેની તાત્કાલીક કાર્યવાહી હાથ ધરશો. ઉપરોકત બાબતે ભ્રષ્ટાચારી અધિકારી દિનેશ રાઠોડ તથા ભરત ડોડીયા દ્વારા જે પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે તેના પુરાવાઓ (વિડીયો, ફોટાઓ) આપ સાહેબ કહેશો ત્યારે આપની સમક્ષ રજુ કરીશું જે ઘ્યાને લેવા વિનંતી.
ઉકત બાબતે તત્કાલીક કોઇ તપાસ-કાર્યવાહી- પગલા ભરવામાં નહીં આવે તો ના છુટકેના ઇલાજે અમારે આ વિષય ઉપર ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો.
જૂનાગઢ વોંકળા દબાણ મુદ્દે ફરિયાદીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો