આઠ વર્ષમાં મોદી સરકાર ગુલામીની અનેક નિશાની દૂર કરી
અધિકારીના સેવાનિવૃત્તિ કાર્યક્રમમાં ડિનર વખતે પાઇપ બેન્ડનો ઉપયોગ બંધ થયો
- Advertisement -
સેનાના જાહેર કાર્યક્રમોમાં બગીનો ઉપયોગ બંધ થયો
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય સેનાએ પોતાની અનેક જૂની પરંપરાને ખતમ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં એ પરંપરાનો પણ સમાવેશ થાય છે કે જે અંગ્રેજોના સમયથી ચાલતી આવતી હતી. દાખલ તરીકે સેનાના જાહેર ક્રાયક્રમોમાં ઘોડા દ્વારા ખેંચાતી બગીઓનો ઉપયોગ હવે બંધ કરવામાં આવ્યો છે. અધિકારી સેવાનિવૃત્ત થતા હોય ત્યારે પુલિંગ આઉટ સેરેમની અને ડિનર વખતે પાઇપ બેન્ડનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે.
હવે આ તમામ પરંપરા ખતમ કરવામાં આવી છે. આ સંબંધમાં ભારતીય સેના પોતાના યૂનિટ્સને આદેશ જારી કરી ચૂકી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઔપચારિક કાર્યો માટે બગીઓનો ઉપયોગ બંધ કરવામાં આવશે. આ કાર્યો માટે જે અશ્વોનો ઉપયોગ થતો હતો તે અશ્વોને હવે તાલીમ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ઉપરાંત પુલિંગ આઉટ સમારંભમાં કમાન્ડિંગ અધિકારી કે એક વરિષ્ઠ અધિકારીના વાહનને યુનિટના અધિકારી અને સૈનિક ખેંચતા હોય છે. તે પરંપરા પણ ખતમ કરવામાં આવશે. સેનાના એક અધિકારીએ કહ્યું કે આ પ્રથા વ્યાપકપણે જોવા નથી જ મળતી. કેમ કે અધિકારી જ્યારે સેવાનિવૃત્તિ થતા હોય છે ત્યારે દિલ્હીની બહાર તૈનાત હોય છે. તેથી તેમના વાહનોને ખેંચવામાં નથી આવતા. અધિકારીઓએ કહ્યું કે પાઇપ બેન્ડ પણ માત્ર ભૂમિદળના કેટલાક યુનિટનો જ ભાગ છે. તમામ યુનિટ પાસે પાઇપ બેન્ડ ઉપલબ્ધ ના હોવાથી સેવાનિવૃત્તિ વખતે પણ પાઇપ બેન્ડનો મર્યાદિત ઉપયોગ જ થતો હોય છે. વીતેલા આઠ વર્ષમાં મોદી સરકાર ગુલામીકાળની અનેક નિશાની દૂર કરી ચૂકી છે.