ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના રતનપર રોડ પર એક અજાણ્યા વૃદ્ધા ગભરાયેલી હાલતમાં બેઠા હોવાની 181 ટીમને જાણ થઈ હતી જેથી 181 ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરતા 65 વર્ષીય વૃદ્ધા વહેલી સવારે ચોટીલા અને માટેલ જવા માટે ઘરેથી નીકળ્યા હતા પરંતુ ઉંમરના કારણે રસ્તે ભૂલી ગયા હોવાનું બહાર આવ્યું હતું. વૃદ્ધાના કાઉન્સેલિંગ દરમિયાન તેઓ બિહારથી આવેલા હોય તેમના દીકરા સાથે કારખાનામાં રહેતા હોવાની માહિતી મળી હતી ત્યારબાદ 181 ટીમે સરનામું પૂછવાના પ્રયત્નો કર્યા બાદ વૃદ્ધાનો દીકરો આસપાસના સિરામિક કારખાનામાં કામ કરતો હોવાની જાણ થતાં તપાસ કરતા તેમના દીકરાનો સંપર્ક થયો હતો ત્યારબાદ 181 ટીમે દિકરાને બોલાવીને વૃદ્ધાને સોંપ્યા હતા. દિકરાના કાઉન્સેલિંગ દરમિયાન જાળવા મળ્યું હતું કે, માજી અવારનવાર તેમની જાણ બહાર ઘરેથી નીકળી જાય છે અને તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાના કારણે રસ્તે ભુલાં પડે છે જેથી 181 ની ટીમ દ્વારા માજીના દિકરાને તેમની સાર સંભાળ રાખવા સૂચન કરેલ તેમજ માજીને પણ ઘરેથી વારંવાર કહ્યા વગર નીકળી ન જાય તે બાબતે પરામર્શ કર્યો હતો. આમ, 181 ટીમે વૃદ્ધાને તેમના દિકરા સુધી પહોંચાડ્યા હતા અને આ સરાહનીય કામગીરી બદલ વૃદ્ધાના દીકરાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
માનસિક અસ્વસ્થ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી 181 ટીમ
