વેરાવળ સ્વામિનારાયણ શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યાનો પિતાનો આક્ષેપ
ધોરણ – 3ના વિદ્યાર્થીના અક્ષર સારા ન થતા મારમાર્યો
- Advertisement -
વિદ્યાર્થીને માર્યા બાદ લિવિંગ સર્ટિ પકડાવી દીધું
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળની ભીડીયા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ ત્રણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઢોર મારમાર્યા નો આક્ષેપ તેના પિતા એ કર્યો છે ત્યારે સ્વામી નારાયણ પ્રાથમિક શાળામાં શિક્ષક કમાણીયા એ ધોરણ – 3માં અભ્યાસ કરતા જય કિશન મહેશ ડાલકી ઉ.8 નામના વિદ્યાર્થીને માર મારતા શરીરના પીઠના ભાગે ઇજા થઇ હતી તેવો આક્ષેપ તેના પિતા મહેશ ભાઈ એ શાળાના શિક્ષક સામે કર્યો હતો અને શિક્ષક સામે પગલા લેવાની માંગ કરી હતી. વિદ્યાર્થી જય કિશનના પિતા એ જણાવ્યું હતું કે વેરાવળ શહેરના ભીડીયા વિસ્તારમાં આવેલ સ્વમિનારાયણ પ્રાથમિક શાળાના શિક્ષકે મારા દીકરાના અક્ષર સારા થતા ન હોવાને કારણે ઢોર માર માર્યો હતો અને દીકરાને શરીના પીઠ પાછળ માર મારતા તેને ચાંઠા પડી ગયા છે અને ત્રણ દિવસથી મારા દીકરાને દુ:ખાવો થઇ રહ્યો છે અક્ષર સારા ન થતા હોય તેવી સામાન્ય બાબત માં ઠપકો આપવાને બદલે ઢોર માર માર્યો છે ત્યારે શાળાના શિક્ષક કામણીયા સામે યોગ્ય તપાસ થાય અને મારા દીકરાને ન્યાય મળે તેવી માંગણી કરી છે.
- Advertisement -
વેરાવળ ભીડીયા વિસ્તારમાં આવેલ સ્વમિનારાયણ પ્રાથમિક શાળા લાજવાને બદલે ગાજી હતી એક તરફ ધોરણ-3માં અભ્યાસ કરતા જય કિશન મહેશ ડાલકી ને સાર સંભાળ લેવાને બદલે વિદ્યાર્થીને શાળામાં માંથી કાઢી મુકવામાં આવ્યો અને શાળાનું લિવિંગ સર્ટી પણ પકડાવી દીધું ત્યારે શાળા સંચાલકોની જોહુકમી સામે વિદ્યાર્થીના પરિવારમાં ભારો ભાર રોશ જોવા મળી રહ્યો છે અને શાળાના શિક્ષક સામે કાયદેસર કરવાની માંગ કરી છે.
સામાન્ય બાબતે વિદ્યાર્થીને ઢીબી નાંખ્યો
સામાન્ય રીતે વિદ્યાર્થી તોફાન કરતા હોઈ છે જેમાં ધોરણ 10 કે 12ના હોય તો બરાબર છે આતો ધોરણ 3 માં અભ્યાસ કરતો અને 8 વર્ષની ઉંમરનો કુમળી વયનો વિદ્યાર્થી કે જેને હજુ અભ્યાસ શરુ કર્યો છે ત્યારે શાળામાં અક્ષર સારા ન થતા હોવાની સામાન્ય બાબતે વગર કારણે ઢીબી નાખતા પરિવારમાં શાળાના સંચાલક સાથે માર મારનાર શિક્ષક સામે રોશ વ્યક્ત કરીને ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વિદ્યાર્થીને માર મારતા પિતાની શિક્ષક સામે પગલા ભરવાની માંગનો વિડીયો જોવા અહીં ક્લિક કરો..