જીએસટી કાઉન્સિલની 49મી બેઠક આજે દિલ્હીમાં યોજાશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં એપેલેટ ટ્રિબ્યુનલનું બંધારણ અને પાન-મસાલા તેમજ ગુટખાના બિઝનેસમાં ટેક્સ ચેરી પર લગામ લગાવવા માટેની વ્યવસ્થા પર ચર્ચા થશે. જેથી ટેક્સ ચોરી ના થાય. એનલાઇન ગેમિંગ તેમજ કસીનોથી જોડાયેલ જીએસટી દર પર ચર્ચા કરવાની આશા રાખવામાં આવી રહી છે.
ઓનલાઇન ગેમિંગ, હોર્સ રેસિંગ અને ખેડૂતો વિશએ ચર્ચા થશે
આ મીટિગમાં ઓનલાઇન ગેમિંગ, હોર્સ રેસિંગ અને ખેડૂતો પર જીએસટી દરને લઇને ચર્ચા કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલની છેલ્લી મીટિંગમાં એજન્ડમાં ચર્ચાને લઇને 15 વસ્તુઓ હતી, પરંતુ સમયના અભાવમાં ફ્કત આઠ વસ્તુઓ પર જ ચર્ચા થઇ હતી. આ દરમ્યાન નાણા મંત્રીએ કહ્યું હતું કે, બાકીની વસ્તુઓ પર કાઉન્સિલની આગામી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
- Advertisement -
પાન-મસાલાની ચોરી પર રોક
માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં પાન-મસાલા અને ગુટખા ઉદ્યોગમાં ટેક્સ ચોરી પર લગામ લગાવવાનો વિચાર કરવામાં આવશે. તંબાકૂ તેમજ પાન મસાલા પર હવે 28 ટકા જીએસટી વસૂલ કરવામાં આવશે. એના સિવાય તંબાકૂ પર 290 ટકા તો પાન મસાલા પર 135 ટકા ટેક્સ લાગે છે. પરંતુ પાન-મસાલા તેમજ ગુટખા પર ફેક્ટરીની ઉત્પાદન ક્ષમતાના આધાર પર જીએસટી વસૂલ કરવામાં આવે છે.
એપીલેટ ટ્રિબ્યુનલ પર નિર્ણય થશે
વર્ષ 2017માં જીએસટી લાગુ કર્યા પછી એપીલેટ ટ્રિબ્યુનેલલા ગઠનની વાત ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી આ પર આખરી નિર્ણય કરવામાં આવ્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં આ ટ્રિબ્યુનલના ગઠનની મંજૂરી મળી જશે.