રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે, RBI દ્વારા કુલ 32 જેટલી કંપનીને પેમેન્ટ એગ્રીગેટર લાઇસન્સ આપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
દેશમાં ઓનલાઈન માર્કેટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તેની સાથે- સાથે ઓનલાઈન પેમેન્ટનો પણ વ્યાપ વધ્યો છે. કેમકે આજે દેશમાં સૌ કોઈ ઓનલાઈન ખરીદી અને ઓનલાઈન પેમેન્ટ કરતા થયા છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI દ્વારા કુલ 32 જેટલી કંપનીને પેમેન્ટ એગ્રીગેટર લાઇસન્સ આપવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સાથે RBIએ તે 32 કંપનીની યાદી બહાર પાડી છે. જે લિસ્ટમાં razarpay, reliance, google, zamato સહિતની કંપનીના નામનો પણ સમાવેશ કરવામાં આવે છે.
- Advertisement -
32 કંપનીઓને લાઈસન્સ માટે મંજૂરી અપાઈ
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 183 જેટલી કંપનીએ પેમેન્ટ એગ્રીગેટરનું લાઈસન્સ મેળવવાની અરજી કરી હતી. આ અરજી કરનાર કંપનીમાં ક્રેડ અને ફોન પે જેવી સારી અને મોટી કંપનીનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે રિઝર્વ બેંક દ્વારા કુલ 32 કંપનીઓને લાઈસન્સ માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં રિલાયન્સ, ગૂગલ, પાઈન લેબ્સ, ઝોમેટો જેવી કંપનીને પેમેન્ટ એગ્રીગેટરનું લાઈસન્સ આપવામાં આવ્યું છે. જ્યારે કેટલીક કંપનીઓને લાઈસન્સ માટે મંજૂરી આપવામાં આવી નથી તેવી કંપનીની વાત કરીએ તો ફ્રીચાર્જ, પેટીએમ, પેયુ અને ટેપિટ્સ ટેક્નોલોજીસ જેવી કંપનીની અરજીને રિઝર્વ બેંક દ્વારા લાઇસન્સની અરજીને ફગાવી દીધી છે. આ ઉપરાંત વાત કરીએ તો PhonePe, Cred, MobiKwik અને InstaMojo સહિત 18 જેવી કંપનીઓની અરજીઓ પર હજુ લાયસન્સ આપવુ કે નહીં તે માટે વિચાર કરાશે.
પેમેન્ટ એગ્રીગેટર શું છે?
દેશમાં પેમેન્ટ સેગમેન્ટને રેગ્યુલર કરવા માટે વર્ષ 2020માં પેમેન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક લાવવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જે પ્રેમેન્ટ એગ્રીગ્રેટરને મંજૂરી અપાઈ હોય છે એ જ પ્રેમેન્ટ સેવા ચાલે રાખી શકે છે અને તે સીધી આરબીઆઈની નજર હેઠળ કાર્યરત હોય છે.મહત્વની વાત એ છે કે, આ સમગ્ર કરવામાં આવતી સિસ્ટમનો મુખ્ય હેતુ પેમેન્ટ ઇકોસિસ્ટમને વધુ નિયમન અને પ્રમાણિત બનાવવાનો છે.
- Advertisement -