ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના બગથળા ગામેથી ખેડૂતના ટ્રેક્ટરની ટ્રોલી કોઈ અજાણ્યો શખ્સ ટ્રેક્ટર સાથે બાંધીને ચોરી જતા ખેડૂતે તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આ ચોરીની ઘટના એક ફેક્ટરીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મોરબીના બગથળા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા જયંતીલાલ બાલુભાઇ બોપલિયાએ તેની માલિકીની જીજે 03 ટી 6635 નંબરની ટ્રેક્ટર ટ્રોલી ગામના પારેવડી ચોક વિસ્તારમાં પાર્ક કરી હતી જ્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ટ્રેક્ટર સાથે બાંધીને ટ્રોલી ચોરી ગયો હતો. જયંતીભાઈને ટ્રેક્ટર ટ્રોલી ચોરી થયાની જાણ થતા તેઓએ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેથી તાલુકા પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ટ્રેક્ટર ટ્રોલીની ચોરીની આ ઘટના બગથળા ગામ નજીક એક ફેક્ટરીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં કોઈ શખ્સ ટ્રોલી ટ્રેક્ટર સાથે બાંધીને લઈ જતો નજરે ચડ્યો હતો.
મોરબીના બગથળા ગામેથી ટ્રેક્ટર ટ્રોલીની ચોરી, ઘટના CCTVમાં કેદ
