ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પોલીસ મથકના દારૂના ગુન્હામાં સંડોવાયેલ બુટલેગર ઘણા સમયથી ફરાર હોય આ શખ્સ મોરબીના લાલપર પાસે આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે તેને ઝડપી પાડીને હળવદ પોલીસના હવાલે કર્યો હતો. મોરબી જીલ્લાના વિવિધ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મોરબી એસઓજી કાર્યરત હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, હળવદ પોલીસ મથકના દારૂના ગુન્હામાં સંડોવાયેલો આરોપી રોહિત ભાણજીભાઈ માકાસણા (રહે. ચરાડવા, તા. હળવદ) મોરબીના લાલપર પાસે આવેલ વિશાલદીપ સોસાયટીમાં રહેતા તેના મામા બેચરભાઈ પટેલના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે એસઓજી ટીમે બાતમીવાળા સ્થળે જઈને આરોપી રોહિત ભાણજીભાઈ માકાસણાને ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસને સોંપી દીધો હતો.