જૂનાગઢ શહેરનાં વોર્ડ નં.11માં આવેલ લોઢીયાવાડી પાસે આવેલી કૃષ્ણનગર સોસાયટીનાં ડામર રોડ સંપૂર્ણ તૂટી ગયેલ છે. તાજેતરમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી બાદ સોસાયટીનાં રસ્તાઓ ઉબડ ખાબડ જોવા મળી રહ્યા છે. અનેક વખત રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો વારંવાર સ્લીપ થાય છે જેના લીધે અકસ્માતના ભોગ બની રહ્યા છે. સ્થાનિક રહેવાસી મેહુલભાઇ દ્વારા વારંવાર કોર્પોરેટરને રોડ બાબતે રજૂઆત કરવા છતાં કોઇપણ ઉકેલ આવ્યો નથી. ત્યારે તૂટેલા રોડ રીપેર કરવામાં કોર્પોરેટરને રસ ન હોય તેવું જણાવ્યુ હતુ જયારે આ રોડ આલ્ફા સ્કૂલ પરબ થતો હોય ત્યાર અનેક વિદ્યાર્થીઓ આ રોડ ઉપરથી પસાર થાય છે અને સ્કૂલના વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બને છે જેને લઇને સ્થાનિક લોકોની મનપા પાસે માંગ ઉઠી છે કે, તાત્કાલીક ધોરણે રોડ રીપેર કરવામાં આવે નહીં તો ના છુટકે ગાંધી ચિઘ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
જૂનાગઢ કૃષ્ણનગર સોસાયટીના બિસ્માર રસ્તાથી અકસ્માતનો ભય

Follow US
Find US on Social Medias