-8મીએ કોરિયાઈ પીપલ્સ આર્મીની સ્થાપનાની 75મી વર્ષગાંઠમાં હાજર રહેશે કે નહીં, તેને લઈને અટકળો
ઉતર કોરિયાના તાનાશાહ કિમ જોંગને લઈને એક મોટી ખબર બહાર આવી છે. છેલ્લા 35 દિવસથી તે જાહેરમાં દેખાયા નથી. 8મી ફેબ્રુઆરીએ યોજાનાર કોરિયાઈ પીપલ્સ આર્મીની સ્થાપનાની 75મી વર્ષગાંઠમાં હાજર રહેશે કે નહીં તેને લઈને અટકળો ચાલી રહી છે. કિમ જોંગની તબીયતને લઈને પણ અફવાનું બજાર ગરમ છે.
- Advertisement -
8મી ફેબ્રુઆરીએ કોરિયાઈ પીપલ્સ આર્મીની સ્થાપનાની 75મી વર્ષગાંઠ છે. આ દિવસે દેશમાં મોટાપાયે કાર્યક્રમો યોજાશે. જો કે કેટલાક લોકોનું માનવું છે કે કદાચ કિમ જોંગ એ પરેડમાં સામેલ થવા માટે ફીટ નથી. કિમ જોંગે હાલમાં જ યોજાયેલ કૃષિ સંકટ બેઠકમાં ભાગ નહોતો લીધો. જો કે આવું પહેલી વાર નથી થયું કે કિમ જોંગ જાહેરમાં ન દેખાયા હોય, વર્ષ 2021ના અંતમાં પણ તે આટલા દિવસો સુધી નહોતા દેખાયા. વર્ષ 2014માં પણ કિમ જોંગ 40 દિવસ સુધી બ્રેક પર હતા.