રૂ. 10.99 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
સ્ટેટ મોનીટરિંગ સેલ ગાંધીનગરની ટીમને સામખીયારીથી મોરબી તરફ નેશનલ હાઇવે પર વિદરકા ગામના પાટિયા પાસે ડિસન્ટ હોટલથી અર્જુનનગર વચ્ચેથી જીજે-03-એચકે-6455 નંબરની મહિન્દ્રા એક્સયુવી ગાડી દારૂ ભરીને પસાર થતી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તુરંત ત્યાં દરોડો પાડીને દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી
- Advertisement -
જેમાં કાર ચલાવતા આરોપી વીનેશ રામાભાઈ કોળી (ઉં.વ. 23, રહે. ભચાઉ) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 251 (કિં. રૂ. 94,125), રૂ. 721 રોકડા, એક મોબાઈલ તેમજ 10 લાખની ગાડી મળી કુલ રૂ. 10,99,905 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે પકડાયેલા આરોપીને રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા (રહે. મોટી ખીરઈ) એ કારમાં દારૂ ભરી આપ્યો હતો તેમજ બીજા આરોપી અરવિંદસિંહ ઝાલાએ પાયલોટિંગ કર્યું હોવાનું ખુલ્યું છે જેથી આ તમામ આરોપીઓ વિરૂદ્ધ માળિયા મિંયાણા પોલીસે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.