અમદાવાદ હાઈ-વે પર ચેકિંગ કરાતા તંત્રએ 5.05 લાખનો વેરો વસૂલ્યો
ગુડ્ઝ વાહનો માટે દર વર્ષે ભરાતા ટેક્સમાં કેટલાક વાહન માલિકો આળસ રાખતા હોઈ રાજકોટ જિલ્લા આર.ટી.ઓમાં કરોડો રૂપિયાનો ટેક્સ બાકી પડી રહ્યો છે. સામાન્ય રીતે ગુડ્સ વાહનમાં આવતા તમામ નાના મોટા વાહન માલિકોએ દર વર્ષે ટેક્સ ભરવાનો થતો હોય છે. જેને લઈને રાજકોટ આર.ટી.ઓ તંત્ર દ્વારા અમદાવાદ હાઈવે પર ટેક્સ બાકી હોય તેવા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ સાત ટ્રકને ડિટેઈન કરવામાં આવી હતી. આ વાહન માલિકોએ છેલ્લા કેટલાક સમયથી ગુડ્ઝ વાહનોને લગતો વેરો ભર્યો ન હતો. જ્યારે આરટીઓ તંત્ર દ્વારા સ્થળ પર જ કુલ 5,05,757નો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો હતો.