પાકિસ્તાનની આથિક હાલત એટલી ખરાબ છે કે અહીંની જનતા મોંઘવારીથી તૌબા પોકારી ગઈ છે અને લોકો સરકારના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. જો કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ આવી સ્થિતિમાં પણ કાશ્મીર રાગ ગાવાનું છોડી રહ્યા નથી.
તેમણે કાશ્મીરી લોકોને ત્યાં સુધી કુટનીતિક, રાજનીતિક અને નૈતિક સમર્થન આપવાની વાત કહી જ્યાં સુધી તેને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો અનુસાર આત્મનિર્ણય લેવાનો અધિકાર નથી મળી જતો.
- Advertisement -
મુઝફફરાબાદમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પોક) વિધાનસભાના એક વિશેષ સત્રને સંબોધિત કરતા વડાપ્રધાન શરીફે કહ્યું કે પાકિસ્તાને હંમેશા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રાસંગિક પ્રસ્તાવો અનુસાર જમ્મુ-કાશ્મીરના વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન આવે તેના પર જોર આપ્યું છે. તેમણે કહ્યું કે પૂર્વ તૈમૂર, દારફુર અને દુનિયાના અન્ય ક્ષેત્રોને જાતિય આધારે સ્વતંત્રતા આપવામાં આવી હતી પરંતુ કાશ્મીર અને ફિલિસ્તાનમાં આ લાગુ પડતું નથી.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ કાશ્મીર એકતા દિવસના પ્રસંગને સંબોધન કરી રહ્યા હતા જેને પાકિસ્તાનમાં કાશ્મીરીઓ પ્રત્યે સમર્થન વ્યક્ત કરવા માટે મનાવવામાં આવે છે. પાકિસ્તાન વડાપ્રધાને વિશેષ સંદેશમાં કહ્યું કે તે પાકિસ્તાનના લોકો માટે કાશ્મીરીઓના સમર્થન માટે કટિબદ્ધ છે.
બીજી બાજુ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર વિવાદ પાકિસ્તાનની વિદેશ નીતિનો એક મુખ્ય સ્તંભ બની રહેશે. બિલાવલે કહ્યું કે અમે કાશ્મીરી લોકોના નિરંતર નૈતિક, કુટનીતિક અને રાજકીય સમર્થન આપવાનું યથાવત રાખશું. પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓએ પણ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો પ્રમાણે આત્મનિર્ણયના પોતાના અધિકાર માટષ કાશ્મીરીઓના સંઘર્ષને શ્રદ્ધાંજલિ આપી હતી.