દેશભરમાં કાતિલ ઠંડીમાંથી રાહત મળવી શરૂ થઈ છે ત્યારે ઉતરાખંડમાં હિમસ્ખલનના ખતરાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આવતા ચોવીસ કલાકમાં હિમસ્ખલન મુદે એલર્ટ જાહેર કરાયુ છે.
જોશીમઠ જેવા ભાગોમાં જમીન ખસકી રહી હોવાના પડકાર વચ્ચે ઉતરાખંડમાં હિમસ્ખલનનો નવો પડકાર હોવાની આગાહીથી તંત્ર તથા લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ઉતરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, પીથૌરાગઢમાં હિમસ્ખલનની ચેતવણી સાથે ડીઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના વિભાગોને સાવધ કરવામાં આવ્યા છે.
- Advertisement -
બીજી તરફ સમગ્ર ઉતર ભારતમાં કાતિલ ઠંડીનો દોર ખતમ થયો હોય તેમ રાહત મળી છે. તાપમાન પણ ઉંચકાયું છે. હવામાન વિભાગ દ્વારા પાટનગર દિલ્હીમાં આવતા 3-4 દિવસ હવામાન ખુશ્નુમા રહેવાની આગાહી કરવામાં આવી છે.
ઉતરપ્રદેશમાં પણ તાપમાન બે આંકડે પહોંચવા સાથે ઠંડીમાં રાહત મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં હળવા વરસાદ તથા હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. બિહાર, મધ્યપ્રદેશ તથા ઓડિશામાં શીતલહેરની ચેતવણી આપવામાં આવી છે.