– દેશની બેન્કીંગ પ્રણાલી સ્થિર અને મજબૂત છે છતાં આરબીઆઈ જાગૃત: અદાણીનું નામ લીધા વગર ટીપ્પણી
અદાણી-હિડનબર્ગ-વિવાદમાં ભારતીય શેરબજારમાં આ સપ્તાહના કામકાજ દિવસોમાં સર્જાયેલી અફડાતફડી તથા અદાણી ગ્રુપને ભારતીય બેન્કોના જંગી ધિરાણ મુદે આવી રહેલા અહેવાલો પર રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ એક સતાવાર નિવેદનમાં આ પ્રકારની સ્થિતિ છતાં ભારતીય બેન્કીંગ ક્ષેત્ર અત્યંત મજબૂત અને સ્થિર હોવાનું જણાવી એ પણ ઉમેર્યુ કે રીઝર્વ બેન્ક આ બેન્કોની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
- Advertisement -
અદાણી ગ્રુપના શેરોમાં જે કડાકા થઈ રહ્યાં છે અને બેન્કો- એમઆઈબી તથા અન્ય સરકારી ધિરાણ સંસ્થાઓએ પણ અદાણી ગ્રુપને ધિરાણ તથા અન્ય રીતે રોકાણ કર્યુ છે તેની સર્જાયેલી ચિંતા પર રીઝર્વ બેન્કમાં પ્રતિભાવ આપ્યો હતો. અદાણીનું નામ લીધા વગર જ પણ કહ્યું છે. રિઝર્વ બેન્ક બેન્કીંગ ક્ષેત્રમાં સતત મોનેટરીંગ કરી રહ્યું છે અને હાલના મુલ્યાંકન મુજબ ભારતનું બેન્કીંગ ક્ષેત્ર સ્થિર અને મજબૂત છે.
Lenders have made it clear they are not overexposed, exposure to Adani group within permitted limits: Nirmala Sitharaman
Read @ANI Story | https://t.co/U0WZYLLZfH#NirmalaSitharaman #AdaniGroup #banks pic.twitter.com/lAlrAem7SM
- Advertisement -
— ANI Digital (@ani_digital) February 4, 2023
બેન્કોની મૂડી, ઉપલબ્ધતા, બેન્કોની અસ્કયામતોની ગુણવતા અને રોકડ પ્રવાહીતા સહિતના માપદંડોમાં ભારતીય બેન્કો સારી સ્થિતિમાં છે અને એક મોનેટરીંગ એજન્સી તરીકે રીઝર્વ બેન્ક દેશની તમામ બેન્કોનું સતત મોનેટરીંગ કરે છે. ઉપરાંત બેન્કોના મોટા ધિરાણ અંગેની માહિતી તથા સેન્ટ્રલ ડેટાબેઝની માહિતી ઉપલબ્ધ છે. બેન્કો તેના કોઈપણ એકમ કે તેના સમૂહને રૂા.5 કરોડ કે તેથી વધુનું ધિરાણ આપે તો તેની માહિતી રીઝર્વ બેન્કને આપે છે અને તે ધિરાણની સ્થિતિ અંગે અપડેટ પણ ઉપલબ્ધ બનાવે છે.