– ઠંડી વચ્ચે સવારમાં ગભરાટ
કડકડતી ઠંડી વચ્ચે સરહદી કચ્છ જીલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના બે આંચકા નોંદાતા લોકોમાં ફફડાટ મચ્યો છે.આજે સવારે પ્રથમ આંચકો 5.18 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા 3.2 ની હતી. આ આંચકાનું કેન્દ્ર બિન્દુ ખાવડાથી 23 કી.મી.દુર હતુ. આ બાદ બીજો ભૂકંપ 6.38 કલાકે 4.2 ની તીવ્રતાનો આવ્યો હતો.
- Advertisement -
જેનું કેન્દ્ર બિન્દુ દુધઈથી 11 કી.મી.દુર હતું. આમ 24 કલાકમાં કચ્છમાં ભૂકંપના બે આંચકા આવતા ગભરાટ ફેલાયો હતો.જોકે કયાંયથી નુકશાનીનાં અહેવાલ નથી કચ્છમાં વિવિધ ક્ષેત્રોમાં વખતોવખત ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે પરંતુ તેની તિવ્રતા મોટાભાગે 3 ની આસપાસ રહેતી હોય છે.લાંબા વખત પછી 4 થી વધુની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો અને મકાનો પણ ધણધણતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.કચ્છ ભૂકંપની ફોલ્ટ લાઈન પર હોવાનું ઉલ્લેખનીય છે.