સંસદમાં બજેટ સત્ર પહેલા આજે કેન્દ્ર સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવી છે, કાર્યવાહી સારી રીતે ચાલે તે લક્ષ્યથી થશે સંવાદ
સંસદમાં બજેટ સત્ર શરૂ થવાનું છે, આ સત્ર પહેલા સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક (ઑલ પાર્ટી મીટિંગ ) બોલાવવામાં આવી છે. સંસદમાં કોઈ પણ સત્ર શરૂ થતાં પહેલા સરકાર સામાન્યપણે આ પ્રકારે બેઠક બોલાવતી હોય છે પણ આજની બેઠક વધારે મહત્વની છે કારણ કે મોદી સરકારે તૈયાર કરેલ બજેટ આગામી દિવસોમાં સંસદના પટલ પર મૂકવામાં આવશે.
- Advertisement -
વિપક્ષના નેતાઓને બેઠક માટે બોલાવાયા
સોમવારે મોદી સરકારના મંત્રી પ્રહલાદ જોષી વિપક્ષના નેતાઓ સાથે બેઠક કરશે, આ બેઠકમાં વિપક્ષની પાર્ટીઓ તે મુદ્દાઓને આગળ કરી શકે છે જેના પર તે સંસદમાં ચર્ચા કરવા માંગે છે. મહત્વન મહત્વનું છે કે સરકારનો આર્થિક સર્વે રિપોર્ટ પણ 31 જાન્યુઆરીના રોજ રજૂ થવાનો છે.

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું કે વિપક્ષ નેતાઓ સાથેની બેઠક સિવાય એક NDAની પાર્ટીઓના નેતાઓની પણ બેઠક કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર વિપક્ષના નેતાઓ સાથેની બેઠકમાં સંસદમાં કામકાજ સારી રીતે ચલાવવા માટે સહયોગની માંગ કરશે.
- Advertisement -
બે ભાગમાં હશે બજેટ સત્ર
નોંધનીય છે કે આ વર્ષે બજેટ સત્ર બે ભાગમાં કરવામાં આવશે. પહેલો ભાગ 13 ફેબ્રુઆરી સીધી ચાલશે અને તે બાદ થોડા દિવસનો અવકાશ રાખવામાં આવશે. બાદમાં બીજો ભાગ 13 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રમાં સરકારના વિવિધ મંત્રાલયને આર્થિક ફાળવણીથી લઈને કેન્દ્રીય બજેટની ચર્ચા કરવામાં આવશે.
પહેલી ફેબ્રુઆરીએ આવશે બજેટ
બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે જેમાં સૌથી પહેલા જ દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્વારા લોકસભા અને રાજ્યભસાની સંયુક્ત બેઠકને સંબોધિત કરવામાં આવશે. બજેટ સત્રમાં કુલ 27 તો બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે બજેટ.


