બાલસખા યોજનામાં શ્રીજી બેબીકેરને લાભ આપવાનો મામલો
‘ખાસ-ખબર’નાં સ્ફોટક અહેવાલથી ગીન્નાયેલા શિલ્પા જાવિયાએ ફોન કરીને વિરલ જોટવાને ભરપેટ ભાંડ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી શિલ્પા એસ. જાવિયાના ભ્રષ્ટ વહીવટનો પર્દાફાશ કરનારા જાગૃત નાગરિક વિરલ જોટવાને ફોન પર ધાક-ધમકી અને ભૂંડી ગાળો આપવામાં આવી છે. જૂનાગઢના મુખ્ય આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી કોર્ટ દ્વારા પ્રતિબંધિત ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલને બાલસખા યોજના હેઠળ એમ.ઓ.યુ. કરી દીધા છે આ મામલે જાગૃત નાગરિક વિરલ જોટવા દ્વારા સંબંધિત ઉચ્ચ વિભાગ-અધિકારીને રાજ્ય કક્ષાએ અરજી કરવામાં આવી હતી. વિરલ જોટવાની પુરાવા સાથેની અરજીની વિગતો પ્રકાશમાં આવ્યા બાદ ગત મોડી રાત્રે શિલ્પા જાવિયાએ વિરલ જોટવાને ધાક-ધમકી સાથે ગાળો આપતા જાગૃત નાગરિક વિરલ જોટવાએ જૂનાગઢ પોલીસમાં અરજી કરી આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધવા અરજી કરી છે જેમાં જણાવાયું છે કે, તારીખ 27-01-2023ના રોજ રાત્રિના 11-59 વાગ્યાના અરસામાં મને મારા મોબાઈલ નંબર 9879757000 પર એક મોબાઈલ નંબર પરથી ફોન આવેલો, જે મોબાઈલ નંબર 7567885674 – ડો. શિલ્પા જાવિયા નામની વ્યક્તિનો છે.
વિરલ જોટવાએ આઈ.જી. તથા એસ.પી.ને શિલ્પા જાવિયા વિરૂદ્ધ અરજી આપીને FIR નોંધવા માંગ કરી
અત્રે જણાવેલા તારીખ અને સમય પર ફોન કરીને શિલ્પા જાવિયા નામની મહિલા દ્વારા અમોને મનફાવે તેવી બિભત્સ ગાળો આપીને શ્રાપ આપેલા છે. આ મહિલાએ કેફી પદાર્થનું સેવન કરી નશો કરી અને નશાની હાલતમાં ગાળો અને શ્રાપ આપેલા હોય તેવી દહેશત છે જેથી જવાબદાર મહિલા ડો. શિલ્પા જાવિયાના આ બિભત્સ કૃત્ય બદલ ભારતીય દંડ સંહિતાની લાગુ પડતી કલમો હેઠળ સત્વરે ફોજદારી ગુનો દાખલ કરી અને કાયદાકીય કાર્યવાહી કરવાની અરજી વિરલ જોટવાએ જૂનાગઢ ડી.આઈ.જી., એસ.પી., ડી.વાય.એસ.પી.ને કરેલી છે.
- Advertisement -
શિલ્પા જાવિયાએ વિરલ જોટવાને ધાક-ધમકી સાથે ગાળો કેમ આપી?
તાજેતરમાં જૂનાગઢ જિલ્લા પંચાયતમાં નિમણૂંક પામેલા વિવાદિત જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા દ્વારા ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલના સ્થગિત કરાયેલા એમ.ઓ.યુ.ને ફરી શરૂ કરી દીધા છે. જે હોસ્પિટલને નામદાર કોર્ટ દ્વારા સીલ કરવાનો હુકમ કરવામાં આવેલો છે અને જે હોસ્પિટલના તત્કાલીન આરોગ્ય અધિકારી દ્વારા એમ.ઓ.યુ. સ્થગિત કરવામાં આવેલા છે તે ગેરકાયદે ચાલતી ડો. જયચંદ્ર રતનપરાની શ્રીજી બેબીકેર હોસ્પિટલ સાથે નવા નિમણૂંક પામેલા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાએ પોતાની સત્તાનો સંપૂર્ણ દુરુપયોગ કરીને બાલસખા યોજના ફરી શરૂ કરાવી છે. તેથી સત્તાનો દુરુપયોગ કરનાર જવાબદાર અધિકારી શિલ્પા એસ. જાવિયા વિરુદ્ધ ખાતાકીય પગલાં લઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા આવે એવી પુરાવાઓ સાથેની એક અરજી વિરલ જોટવાએ સંબંધિત ઊચ્ચ વિભાગ-અધિકારીને કરી હતી. આ અરજી પ્રકાશમાં આવતા શિલ્પા જાવિયાના ભ્રષ્ટ વહીવટની પોલ ખુલી ગઈ હોય તેમણે શાનભાન ગુમાવી ગત રાત્રે વિરલ જોટવાને ફોન કરીને ધાક-ધમકી સાથે બેફામ ગાળો આપી હતી. જૂનાગઢમાં રહેતા વિરલ જોટવાએ એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી ગેરવહીવટને ઉજાગર કર્યો હતો જેના બદલામાં તેમને આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાની ધાક-ધમકી સાથે ગાળો મળી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ક્યારે જાગશે?
જેમના પર ભૂતકાળમાં ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો લાગેલા છે, એક કરતાં વધુ વખત ખાતાકીય તપાસ થયેલી છે તેમજ એક કરતાં વધુ વખત સજારૂપે બદલી પણ કરવામાં આવેલી તેવા હાલના જૂનાગઢ આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયાના ગેર વહીવટ મામલે ઋષિકેશ પટેલ ક્યારે જાગશે એ ચર્ચાનો વિષય છે. જેમને ખોટું કર્યા અને બોલ્યા વિના ચાલતું-ફાવતું નથી એવા શિલ્પા જાવિયાના એકથી વધુ વખતના ભ્રષ્ટ આચરણોને કારણે તેમની પર કડક કાર્યવાહી અનિવાર્ય છે. પદના નશામાં મદ શિલ્પા જાવિયા આજ દિન સુધી ભ્રષ્ટાચાર તો કરતા જ આવ્યા હતા હવે એક ડગલું આગળ વધીને સામાન્ય નાગરિકને અડધી રાત્રે ફોન પર ગાળો અને ધાક-ધમકીઓ પણ આપવા લાગ્યા છે. મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે પણ જેમની નિમણૂંક ગેરલાયક છે અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે તેવા શિલ્પા જાવિયાની શાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઠેકાણે લાવે એ જરૂરી છે.