હળવદ શહેરમાં થોડા સમય શાંતિ રહ્યા બાદ ફરી તસ્કરો સક્રિય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. હળવદમાં ફરી ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે જેમાં શહેરના સ્વામિનારાયણ નગરમાં રહેતા ખેડૂતના ઘરેથી 4 લાખ રોકડા અને પાંચ હજારની કિંમતના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા જેથી આ ઘટના અંગે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હળવદના સરા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ નગરમાં રહેતા ચંદુભાઈ પ્રેમજીભાઈ જાદવ નામના ખેડૂતના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ચંદુભાઈ તેમના પત્ની સાથે વાડીએ ગયા હતા તે દરમિયાન બંધ પડેલા મકાનમાં રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા. ચંદુભાઈના ભાઈએ સવારમાં ઘરના દરવાજા ખુલ્લા હોય ચંદુભાઈને ચોરી થયા અંગે જાણ કરી હતી. વધુમાં ચંદુભાઈ કોયબા ગામે ઉધડમાં વાડી વાવતા હોય વાડી માલિકને ઉધડ ચૂકવવા માટે વેવાઈ પાસેથી 4 લાખ ઉછીના લાવ્યા હતા જે ઘરના કબાટમાં પડેલ હોય તસ્કરો રૂપિયા 4 લાખ રોકડા તેમજ રૂપિયા 5 હજારની કિંમતના ચાંદીના દાગીના તસ્કરો ઉઠાવી ગયા હોવાનું માલુમ પડતા ચંદુભાઈએ હળવદ પોલીસ મથકમાં ચોરી થવા અંગે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
હળવદના સ્વામિનારાયણ નગરમાં ખેડૂતના ઘરમાંથી તસ્કરો 4.05 લાખની મત્તા ઉસેડી ગયા
You Might Also Like
Follow US
Find US on Social Medias