પરીક્ષા પે ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશભરના બાળકોને ટેકનોલજીના ગુલામ ન બનવા માટે કરી ટકોર
REELS ને લઈને કરી ટકોર
દેશ માટે ચિંતાનો વિષય છે કે ભારતમાં લોકો એવરેજ છ કલાક સ્ક્રીન પર વિતાવે છે, જ્યારે મોબાઈલ ફોન પર ટોકટાઈમ હતો ત્યારે તો 20 મિનિટનો સમય જતો હતો. અને હવે તો REELS, એક વાર શરૂ કરો એટલે બહાર નીકળતા જ નથી. આ ગેજેટ આપણને ગુલામ બનાવી રહ્યો છે. તમે જોયું હશે મારા હાથમાં ભાગ્યે જ મોબાઈલ ફોન હોય, હું એક્ટિવ છું પણ એના માટે સમય નક્કી કરેલો છે. પ્રયાસ કરવા જોઈએ આપણે ગેજેટના ગુલામ નથી બનવું, ટેકનોલોજીનો ઉપયોગ કરો પણ ગુલામ ન બનો.
- Advertisement -
ક્રિએટિવિટી ખતમ થઈ જશે
માની લો કે તમે ઢોંસાની રેસીપી ઓનલાઈન જોઈ લીધી પણ શું તેનાથી પેટ ભરાઈ જશે? પેટ ભરવા માટે આપણે ઢોંસા બનાવવા પડશે. તમે જોયું હશે પહેલાના સમયમાં બાળકો આરામથી ઘડિયા બોલતા, વિદેશના લોકોને ખૂબ આશ્ચર્ય થતું, હવે ધીરે ધીરે કેવા હાલ થઈ ગયા છે. હવે બાળકો ક્ષમતા ગુમાવી રહ્યા છે. હવે તો AIના એવા પ્લેટફોર્મ આવી ગયા છે કે તમારે કશું કરવાની જરૂર જ નથી, ગૂગલથી પણ એક સ્ટેપ આગળ જતું રહ્યું છે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, એક ચેટમાં જ દુનિયાભરની માહિતી મળી જાય. પણ જો તમે તેમાં ફસાઈ ગયા તો તમારી ક્રિએટિવિટી ખતમ થઈ જશે.
#WATCH | PM Narendra Modi speaks on the issue of 'cheating' in examinations during 'Pariksha Pe Charcha' 2023 pic.twitter.com/5rsqxph6gJ
— ANI (@ANI) January 27, 2023
- Advertisement -
ડિજિટલ ઉપવાસ કરો
હવે સમય બદલાઈ ગયો છે, શું તમે સપ્તાહમાં કોઈ દિવસ અથવા દિવસમાં કેટલાક કલાક માટે ટેકનોલોજીનો ઉપવાસ કરી શકો છો કે નહીં, તમે જોયું હશે કે ઘણા પરિવાર હોય છે કે બોર્ડની પરીક્ષા હોય ત્યારે પરિવાર બધુ બંધ કરી દે છે. TV પર પણ કપડું લગાવી દે છે, જો આપણે સ્વભાવથી નક્કી કરી શકીએ કે ડિજિટલ ઉપવાસ કરીએ. તેમાંથી જે લાભ મળે તે જુઓ. મેં જોયું છે કે પરિવાર હવે નાના થતાં જઈ રહ્યા છે, અને પરિવાર પણ ડિજિટલ દુનિયામાં ફસાઈ રહ્યા છે અને એક જ ઘરમાં માં, દીકરા, ભાઈ બહેન બેઠા છે પણ બધા એકબીજાને વોટ્સએપ મેસેજથી વાત કરી રહ્યા છે, બધા સાથે બેઠા છે પણ બધા ફોનમાં ખોવાઈ ગયા છે. પહેલા તો બસ અને ટ્રેનમાં લોકો ગપ્પાં મારતા પણ હવે તો ફોનમાં જ હોય છે. આ બીમારીઓ છે અને તેનાથી મુક્ત થવાની જરૂર છે. ઘરમાં પણ એક એરિયા નક્કી કરી નાંખો કે આ એરિયા નો ટેકનોલોજી ઝોન બધા ફોન બહાર મૂકીને આવે અને શાંતિથી વાતો કરે. તમે જુઓ જીવન જીવવાનો આનંદ શરૂ થશે.
Some students use their creativity for 'cheating' in examinations but if those students use their time and creativity in a good way they will achieve heights of success. We should never opt for shortcuts in life, focus on ourselves: PM Modi during 'Pariksha Pe Charcha' 2023 pic.twitter.com/9Km81mdl3W
— ANI (@ANI) January 27, 2023
પરીક્ષામાં નકલથી બચવા માટે પીએમનો મંત્ર
પીએમ મોદીએ કહ્યું કે, ‘ઘણા એવા ટીચર હોય છે જે ટ્યુશનમાં ભણાવે છે અને તેના સ્ટુડન્ટના સારા નંબર આવે એ માટે આવૈ નકલ પદ્ધતિને વધારો આપે છે. ઘણા વિદ્યાર્થીઓ જેટલું ભણે તેના કરતાં વધારે સમય તો નકલની પદ્ધતિ શોધવામાં લગાવી દે છે, નાના અક્ષરની કાપલી બનાવે છે, જેટલી ક્રિએટિવિટી આમાં બતાવે છે એટલી ભણવામાં બતાવે તો નકલ કરવાની જરૂર ન પડે.’
સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્ક વચ્ચે શું પસંદ કરવું?
આ સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, ‘તમે બધાએ તરસ્યા કાગડાની વાર્તા તો સાંભળી જ હશે, જેમાં કાગડો કાંકરા નાખીને પાણી પીવે છે. શું તે તેની મહેનત હતી કે સ્માર્ટવર્ક? કેટલાક લોકો હાર્ડલી સ્માર્ટવર્ક કરે છે જ્યારે કેટલાક લોકો સ્માર્ટલી હાર્ડવર્ક કરે છે. આ આપણે કાગડા પાસેથી શીખવાનું છે.


