– કેરળમાં જાહેરમાં એલઈડીસ્ક્રીન મુકી ડોકયુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ
– રાત્રીના યુનિ. કેમ્પસની લાઈટ-ઈન્ટરનેટ સેવા કાપી નંખાઈ, મોબાઈલ મારફત ડોકયુમેન્ટ્રીનું સામુહિક સ્ક્રીનીંગ થયું
- Advertisement -
દેશમાં સોશ્યલ મીડીયા સહિતના પ્લેટફોર્મ પરથી ગુજરાતના 2002ના કોમી રમખાણ અંગેની બીબીસીની ડોકયુમેન્ટ્રી ‘ઈન્ડીયા ધ મોદી- કેવેશ્ચન’ પ્રતિબંધીત કરાયા બાદ પણ ગઈકાલે કેરળમાં ડાબેરી સંગઠન સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડીયા (એસએફઆઈ) એ કોચી સહિતના શહેરોમાં જાહેરમાં એલઈડી સ્ક્રીન પર આ ડોકયુમેન્ટ્રી દર્શાવી હતી અને હૈદરાબાદમાં પણ યુનિ. કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓએ આ ડોકયુમેન્ટ્રીનું પ્રદર્શન કરતા વિવાદ આગળ વધ્યો છે પણ દિલ્હીમાં સતત વિવાદોમાં રહેલી જવાહરલાલ નહેરુ યુનિ. માં ગઈકાલે રાત્રીના આ ડોકયુમેન્ટ્રી પ્રદર્શિત કરવાના મુદે જબરી ધમાલ તથા વિદ્યાર્થી સંગઠનો વચ્ચે પત્થરમારા સહિતની ઘટના બની હતી.
છેલ્લા કેટલાક વર્ષથી રાજકીય અખાડો બની ગયેલી આ યુનિ.માં ડાબેરી સંગઠનો પ્રેરિત વિદ્યાર્થી સંગઠને અહી કેમ્પસના સ્ટુડન્ટ એકટીવીટી સેન્ટરની લોનમાં આ ડોકયુમેન્ટ્રી પ્રદર્શિત કરવાની જાહેરાત કરતા જ કેમ્પસમાં સાંજ થી જ તનાવ વ્યાપી ગયો હતો અને ડોકયુમેન્ટ્રીના સ્ક્રીનીંગ પૂર્વે જ અહી વિજ પુરવઠો કાપી નંખાયો હતો તથા પોલીસ પણ કેમ્પસ બહાર ખડકી દેવાઈ હતી. ડોકયુમેન્ટ્રીનું જાહેર પ્રદર્શન થઈ શકે નહી તે માટે બાદમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાતા યુનિ.ની અંતર વાઈફાઈ તથા બ્રોડબેન્ડ સેવા બંધ થઈ હતી પણ વિદ્યાર્થી સંગઠનોએ તેમના મોબાઈલ તથા લેપટોપને લીંક કરીને બાદમાં ડોકયુમેન્ટ્રી જોઈ હતી અને વિરોધ વચ્ચે પણ ડોકયુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ કર્યું હતું.
Delhi | JNU students protest outside a police station in Vasant Kunj after they marched there claiming stones were pelted during the screening of banned BBC documentary on PM Modi. pic.twitter.com/tYveQpj1yM
- Advertisement -
— ANI (@ANI) January 24, 2023
ભાજપ અને આરએસએસ પ્રેરિત વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યોએ આ ડોકયુમેન્ટ્રી પ્રદર્શિત કરવા સામે વિરોધ નોંધાવીને કેમ્પસ બહાર ધરણા-વિરોધ પ્રદર્શન કર્યા હતા અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનોએ છતા પણ ડોકયુમેન્ટ્રીનું સ્ક્રીનીંગ યથાવત રાખતા તનાવ વધ્યો હતો તથા ડાબેરી છાત્ર સંગઠનનો આરોપ છે કે સ્ક્રીનીંગ માટે એકત્ર થયેલા તેમના સભ્યો પર પત્થરમારો કરાયો હતો. બાદમાં તેઓએ વસંતકુંજ સુધી વિરોધ કુચ કરી હતી.
આ ઘટના પર હજું દિલ્હી પોલીસે કોઈ એકશન લીધા નથી અને 25 જેટલા વિદ્યાર્થીઓ સામે નોંધાવેલી ફરિયાદ પરથી તપાસ હાથ ધરશે તેવું જણાવ્યું હતું. યુનિ. સતાવાળા દ્વારા આ કાર્યક્રમ માટે કોઈ મંજુરી લેવામાં આવી નહી હોવાનું જણાવી વિજળી તથા ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ તેમાં ટેકનીકલ ક્ષતિનું કારણ અપાયું હતું.સરકારે સોશ્યલ મીડીયા પર આ ડોકયુમેન્ટ્રી દર્શાવવા કે અપલોડ કરવા વિ. પર પ્રતિબંધ મુકયો હોવા છતાં પણ વ્યક્તિગત મોબાઈલ અને લેપટોપમાં કરોડો લોકો પાસે આ ડોકયુમેન્ટ્રી પહોંચી ગઈ હોવાનું માનવામાં આવે છે.